Last Updated on March 12, 2021 by
આમ તો ઉંઘ બધાને આવે છે પરંતુ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનથી ૨૭૬ કીમી દૂર આવેલા કલાચી ગામના લોકોને અચાનક જ ઉંઘ આવવા લાગે છે. એટલું જ નહી ઉંઘ આવે ત્યારે સમય કે સ્થળનું ભાન રહેતું નથી. સ્કુલમાં ગયેલા છોકરાઓ હોય કે કામ પર ગયેલા પુરૃષો રસ્તામાં જ સુઇ ગયા હોવાના દાખલા બને છે.
ઢોલ નગારા વગાડો તો પણ ઉઠે નહી તેવી ઉંઘ
બે મિત્રો વહેલી સવારે છાપું વાંચતા કે નાસ્તો કરતા કરતા પણ નસકોરા બોલાવવા લાગે છે. ગામની એક મહિલા ઘરના પગથિયા ચડતી હતી ત્યારે અચાનક જ બેસીને ઉંઘવા લાગી હતી. નવાઇની વાત તો એ છે કે આ થાકના લીધે આવી ગયેલું નાનકડું ઝોકું નહી પરંતુ ઢોલ નગારા વગાડો તો પણ ઉઠે નહી તેવી ઉંઘ હોય છે.
બે દિવસથી માંડીને એક મહિને ઉંઘ લઇને ઉઠયા હોવાના દાખલા
ઘણા તો એક બે દિવસથી માંડીને એક મહિને ઉંઘ લઇને ઉઠયા હોવાના દાખલા મળે છે. ૬૦૦ લોકોની વસતી ધરાવતા ગામમાં આ વિચિત્ર પ્રકારના સ્લીપ ડિસ ઓર્ડર છેલ્લા પાંચ વર્ષથી પગ પેસારો કર્યો છે. તબીબોએ હજારો ટેસ્ટ કર્યા છતાં પણ અચાનક આટલી લાંબી ઉંઘ કેમ આવે છે તે જાણી શકયા નથી. બિમારીનો ભોગ બનનારાના બ્રેઇન તથા ચેતાતંત્રને લગતા બધા જ રીપોર્ટ નોર્મલ આવે છે. ત્યાર બાદ આ ગામની માટી અને પાણીના પણ રાસાયણિક ટેસ્ટ લેવામાં આવ્યા કરવામાં આવ્યા પરંતુ આ બિમારીનો કોઇ જ પત્તો લાગ્યો નહીં.
યુરેનિયમ મેળવવા માટે કરવામાં આવેલું ખોદકામ આ બિમારી માટે જવાબદાર
કઝાકિસ્તાન એક સમયે સોવિયત સંઘનો જ એક ભાગ હતું ત્યારે આ ગામમાં યુરેનિયમ મેળવવા માટે ખોદકામ કરવામાં આવેલું તેને સ્થાનિક લોકો આ બિમારી માટે જવાબદાર ગણે છે પરંતુ યુરેનિયમની ખાણમાં કામ કરનારા વર્કરો પર તેની કોઇ જ અસર નથી. આથી આ રહસ્ય વધુ ગુંચવાયું છે. કેટલાક ખાણમાંથી આવતી હવા અને ધુમાડાને પણ આ બીમારી માટે જવાબદાર ગણાવે છે. જો કે બે લોકો સાથે જતા હોય એમાં એક ને જ અચાનક ઉંઘ આવી ગઇ હોય એવા કિસ્સા બનેલા હોવાથી આ કારણ પણ ફિટ બેસતું નથી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31