Last Updated on March 12, 2021 by
દુનિયામાં મહિલા સશકિતકરણની હજુ વાતો જ થાય છે પરંતુ ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રાના મિનાંગકબાઉ નામના માનવ સમુદાયમાં સદીઓથી મહિલાઓનું જ રાજ ચાલે છે. આ વંશના લોકો સદીઓથી પૈતૃકપ્રધાન નહી પરંતુ માતૃપ્રધાન હોવાથી આ સમુદાયમાં પુરુષોની સ્થિતિ કફોડી છે. ઘરના નાના મોટા બધા જ સામાજિક નિર્ણયો મહિલાઓ જ લે છે. કોઇ સમસ્યા હોય તો તેના ઉકેલ માટે મહિલાઓએ પુરુષોની સંમતિ લેવાની જરુર પડતી નથી, પિતૃકો દ્વારા મળતી સંપતિ અને વારસો માત્ર મહિલાઓને જ મળે છે. સંતાનો પોતાના પિતા નહી પરંતુ માતાના નામથી જ ઓળખાય છે.
આ સમુદાયના લોકોનો સૌથી મોટો પ્રસંગ લગ્ન
લગ્નએ આ સમુદાયના લોકોનો સૌથી મોટો પ્રસંગ છે. આ વંશના લોકોની પરંપરા મુજબ લગ્ન પછી પુરુષોએ સાસરે જવું પડે છે. પતિ જાણે કે ઘરનો મહેમાન હોય એવી રીતે રાખવામાં આવે છે. પતિએ પરીવારના સભ્યો માટે કમાવા ઉપરાંત બાળકોને મોટા કરવાની જવાબદારી પણ ઉઠાવવી પડે છે. આથી ઘણા પુરુષો તો સમુદાય છોડીને શહેરી વિસ્તારમાં આજીવિકા માટે જતા રહે છે. શહેરમાં રહેતા પુરુષો જવાબદારીથી બચવા ખૂબ સમય પછી પોતાના ઘરે જાય તો પણ ઘરેલુ બાબતોમાં કોઇ જ ડખલ કરી શકતા નથી.
૧૨ મી સદીમાં શરુ થઇ હતી આ પરંપરા
આ સમુદાયના લોકો માને છે કે આ પરંપરા ૧૨ મી સદીમાં શરુ થઇ હતી. તેમના વંશના એક રાજાએ કોટુબાટુ નામના રાજયની સ્થાપના કરી હતી.આ રાજાના મુત્યુ પછી ત્રણ રાજકુમારો અને રાજકુમારીઓ હોવા છતાં રાજાની પહેલી પત્ની ઇંડો જાલિતોએ રાજયની જવાબદારી સંભાળી હતી. ત્યાર બાદ તેમનામાં માતૃવંશની શરુઆત થઇ હતી. આ મિનાંગકબાઉ સમુદાયના પૂર્વજો જીવદયામાં માનનારા પ્રકૃતિપ્રેમીઓ હતા. ભારતથી હિંદુ અને બોધ્ધધર્મ ફેલાયો તેના પહેલા પણ અહીં તેઓ વસવાટ ધરાવે છે. આજે પણ તેમનો સમુદાય પ્રાચીન માન્યતાઓ અને કાયદા કાનુનમાં વધારે વિશ્વાસ ધરાવે છે છે. તેમની કેટલીક પરંપરાઓ હિંદુધર્મને મળતી આવે છે કેટલાક ઇસ્લામને પણ માને છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31