GSTV
Gujarat Government Advertisement

વાંચી લેજો/ આજે જ પતાવી લેજો જરૂરી કામ, સતત ચાર દિવસો સુધી બેંક રહેશે બંધ

બેંક

Last Updated on March 12, 2021 by

જો બેંકને લગતા કોઈ કામ હોય, તો આજે જ પતાવી લો. કારણ કે, આગામી ચાર દિવસ સુધી બેંક બંધ રહેશે. યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ) એ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના પ્રસ્તાવ સામે 15 માર્ચથી બે દિવસની હડતાલનું આહ્વાન કર્યુ છે. યુએફબીયુ નવ બેંક યુનિયનોનું સંયુક્ત પ્લેટફોર્મ છે. મહિનાનો બીજો શનિવાર 13 માર્ચે અને રવિવાર 14 માર્ચે છે. આ હડતાલ 15-16 માર્ચે કરવામાં આવશે. આ રીતે બેંકો કુલ ચાર દિવસ સુધી બંધ રહેશે.

બેંક

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને રજૂ કરેલા સામાન્ય બજેટમાં જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની દરખાસ્ત કરી છે. સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા આવતા નાણાકીય વર્ષમાં મોટી રકમ એકત્રિત કરવાની દરખાસ્ત કરી છે. નાણાકીય વર્ષ 2021-22 માટે ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણનું લક્ષ્ય 1.75 લાખ કરોડ રાખવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2020-21 માટે 2.1 લાખ કરોડ રૂપિયા છે, પરંતુ હજી સુધી માત્ર 21300 કરોડ જ એકત્રિત થયા છે. આ બજેટની જાહેરાત પહેલાં સરકારે આઈડીબીઆઈ બેંકમાંનો મોટાભાગનો હિસ્સો જીવન વીમા નિગમ (એલઆઈસી) ને વેચી દીધો હતો. છેલ્લા ચાર વર્ષમાં, જાહેર ક્ષેત્રની 14 બેંકો મર્જ કરવામાં આવી છે.

બેંક

10 લાખ બેંક કર્મચારી જોડાશે

ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઈબીઇએ) ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે એક નિવેદનમાં જણાવ્યું છે કે મુખ્ય શ્રમ આયુક્ત સાથે થયેલી સમાધાનની બેઠકમાં કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી. તેથી, 15 અને 16 માર્ચ 2021 ના રોજ સતત બે દિવસ હડતાલ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 10 લાખ કર્મચારીઓ અને બેંકોના અધિકારીઓ તેમાં ભાગ લેશે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સહિતની મોટાભાગની બેંકોએ તેમના ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે. જોકે, બેન્કોએ એમ પણ કહ્યું છે કે તેઓ બેંક શાખાઓમાં સામાન્ય કામગીરી જાળવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.

બેંક

આ બેંક યુનિયનો દ્વારા હડતાલનું આયોજન કરાયું

યુનાઇટેડ ઇન્ડિયા અને બેંક યુનિયનો (યુએફબીયુ) ઓલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશન (એઆઈબીઇએ) નેશનલ કન્ફેડરેશન ઓફ બેંક કર્મચારીઓ (એનસીબીઇ) ઓલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન (એઆઈબીઓએ) અને બેંક એમ્પ્લોઇઝ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા (બીઇએફઆઈ)નો સમાવેશ થાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો