Last Updated on March 11, 2021 by
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની દેવલોક પામ્યા છે. દાદી હૃદયમોહિનીએ 93 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાજયોગિની દાદી હ્રદય મોહિનીજીનું સ્વાસ્થ્ય થોડાંક સમયથી ઠીક ન હોતું. મુંબઈની સૈફી હોસ્પિટલમાં એમની સારવાર ચાલતી હતી. તેમના નિધનના સમાચારથી ભારત સહિત વિશ્વભરમાં શોકની લાગણી પ્રસરાઈ ગઈ છે.
Rajyogini Dadi Hriday Mohini Ji will be remembered for her numerous efforts to alleviate human suffering and further societal empowerment. She played a pivotal role in spreading the positive message of the Brahma Kumaris family globally. Anguished by her passing away. Om Shanti. pic.twitter.com/Gbd5w2Gncz
— Narendra Modi (@narendramodi) March 11, 2021
13 માર્ચે આબુના જ્ઞાન સરોવર એકેડમીમાં કરાશે અંતિમ સંસ્કાર
દાદી હૃદયમોહિનીના નિધનના પગલે બ્રહ્માકુમારીના આગામી કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. તેમના પાર્થિવ દેહને બ્રહ્માકુમારીના આબુ રોડ પર આવેલા શાંતિવન લઈ જવામાં આવશે અને ત્યાં જ તેમને લોકોની માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 13 માર્ચે સવારે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર એકેડમીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31