Last Updated on March 11, 2021 by
બિહારના બેગૂસરાયમાંથી પતિના વિશ્વાસઘાતથી પરેશાન પત્નીએ સાસરીયામાં હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. દુલ્હને જણાવ્યુ હતું કે, તેના પ્રેમ લગ્ન થયા છે. જ્યારે તેના લગ્ન થયાં ત્યારે તેનો પતિ બેરોજગાર હતો. પણ જેવું તેને સરકારી નોકરી મળી કે, તે બેવફાઈ પર ઉતરી આવ્યો હતો. પતિએ તેની સાથે રહેવાની ના પાડી દીધી. જેના કારણે નારાજ થયેલી દુલ્હને સાસરીયામાં ઘરની સામે ધરણા પર બેસી ગઈ હતી. તેની માગ છે કે, જ્યાં સુધી સાસરિયામાં એન્ટ્રી નહીં મળે ત્યાં સુધી આવી રીતે જ ધરણા ચાલુ રહેશે. ભારે વિવાદ બાદ અમુક લોકોએ બંને પક્ષને સમજાવીને સાસરિયામાં વહુને એન્ટ્રી અપાવી હતી.
સસરાના ઘર સામે દુલ્હને ધરણા ચાલુ કર્યા
આ મામલો બેગૂસરાયના બછવાડા ગામના શિબૂ ટોળાનો છે. બંને પક્ષમાં લડાઈ મંગળવાર રાતથી ચાલુ થઈ હતી, જે બુધવાર સાંજ સુધી ચાલી હતી. દુલ્હન પોતાની જીદ પર કાયમ રહી હતી અને સાસરિયાઓના ઘરના દરવાજાની પાસે બેસી રહી. આ ગામના યુવક સાથે 31 મે 2020ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. જે સમયે તેમના લગ્ન થયાં ત્યારે યુવક બેરોજગાર હતો. લગ્ન બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થવા લાગી. દુલ્હને કેટલીય વાર તેને સાથે લઈ જવા કહ્યું. પણ યુવક નોકરી ન હોવાનું બહાનુ બનાવીને છટકી જતો હતો. યુવકે તેને કહ્યુ હતું કે, સેનામાં તેનું રિટર્ન ક્વાલીફાઈ થઈ ગયુ છે. નોકરી મળતા જ તે ઘરે લઈ જશે.
નોકરી મળતા વાતચીત બંધ કરી દીધી
દુલ્હને જણાવ્યુ હતું કે, યુવકનું થોડા દિવસ પહેલા જ સેનામાં સિલેક્શન થયુ છે. જોઈન કરવા માટે તે ભોપાલ જતો રહ્યો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ. જેને લઈને દુલ્હનને શક ગયો. તેને લાગવા લાગ્યુ કે, નોકરી મળ્યા બાદ તેનો પતિ તેની સાથે વિશ્વાસઘાત કરવા જઈ રહ્યો છે. જેને લઈને તેણે સાસરીયામાં ધામા નાખ્યા.
મંગળવારની રાતે દુલ્હન પોતાના સાસરિયાના ઘરની સામે જઈને ધરણા પર બેસી ગઈ. આ ઘટનાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયાં. બુધવારની રાતે પાડોશના લોકોએ સાસરિયાવાળાને સમજાવ્યા, અને દુલ્હનને ઘરમાં એન્ટ્રી આપી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31