GSTV
Gujarat Government Advertisement

વાહ / PNB નોકરી કરનારાઓને આપી રહી છે 3 લાખ, ખાતામાં ઝીરો બેલેંસ હોવા પર પણ મળશે આ પૈસા !

Last Updated on March 11, 2021 by

પંજાબ નેશનલ બેંક નોકરી કરનારાઓ માટે ખાસ ખાતુ લઈને આવી છે. જેમાં તમને કેટલીક ખાસ સૂવિધાઓ મળશે. આ ખાતાનું નામ PNB MySalary Account છે. આ ખાતાને 4 કેટેગરીમાં વિભાજીત કરાયુ છે. સિલ્વર, ગોલ્ડ, પ્રિમિયમ અને પ્લેટિનમ. તેમાં તમામ પે-સ્કેલવાળા લોકોને અલગ-અલગ કેટેગરીના હિસાબે વિભાજીત કરાયા છે. તે ઉપરાંત તેમાં તમને 20 લાખ રૂપિયા સુધીની ફ્રી વીમો પણ મળશે.

જાણો કેવી રીતે કરાયા છે કેટેગરાઈડ્સ?

આ ખાતામાં 10 હજારથી લઈને 25 હજાર પ્રતિ માસ સુઘીની સેલેરીવાળા લોકોને સિલ્વર કેટેગરીમાં રખાયા છે. તે ઉપરાંત 25001 રૂપિયાથી લઈને 75000વાળા લોકોને ગોલ્ડની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. 75001 રૂપિયાથી લઈને 150000 રૂપિયાવાળા લોકોને પ્રિમિયમ કેટેગરીમાં રખાયા છે. તો 150001 રૂપિયાથી વધારે સેલેરીવાળા લોકોને પ્લેટીનમ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

PNBએ કર્યુ ટ્વિટ

PNBએ ટ્વિટ કરીને લખ્યુ કે, પોતાની સેલેરીને વધુ સારી રીતે MANAGE કરવા માંગો છો ? તો PNB MySalary Account પર ખાતુ ખોલાવો. તે ઉપરાંત વ્યક્તિગત દુર્ઘટના વીમા સાથે ઓવરડ્રાફ્ટ અને સ્વીપ સૂવિધા પણ મેળવો.

PNB MySalary Account સાથે સેલેરીને કોવી રીતે કરશો મેનેજ

-સેલેરીની quantumના આધાર પર 4 વેરિયન્ટ- સિલ્વર, ગોલ્ડ, પ્રિમિયમ, પ્લેટિનિયમ

  • 20 લાખ રૂપિયા સૂધીમો મફતમાં દુર્ઘટના વીમો
  • ઓવરડ્રાફ્ટ અને સ્વીપ સૂવિધા ઉપલબ્ધ

મળશે 3 લાખ સૂધીની ઓવરડ્રાફ્ટની સૂવિધા

આ ખાતાને તમે ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકો છો. તે ઉપરાંત તેમા મિનિમમ ક્વારટરલી એવરેજ બેલેંસ પણ ઝીરો જ છે. તેમાં ગ્રાહકોને ઓવરડ્રાફ્ટની ફેસિલિટી પણ મળે છે. સિલ્વર કેટેગરીવાળાને 50 હજાર રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. ગોલ્ડવાળ લોકોને 150000, પ્રિમિયમને 225000 અને પ્લેટિનિયમ ને 300000 રૂપિયાની ઓવરડ્રાફટની સુવિધા મળશે.

આ લિંક પર કરો વિઝિટ

વધારે માહિતી માટે તમે આ લિંક https://www.pnbindia.in/salary-saving-products.html પર જઈને માહિતી મેળવી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો