Last Updated on March 11, 2021 by
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સમયે તેમણે મહારાષ્ટ્રમાં નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લાગુ કરવામા આવેલા સંપૂર્ણ લૉકડાઉન બાદ અન્ય શહેરોમાં પણ સંપૂર્ણ લૉકડાઉનના સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું કે,‘આગામી અમુક દિવસોમાં અમે અમુક સ્થળોએ લૉકડાઉન લાગુ કરી શકીએ છીએ.
ઉદ્ધવ ઠાકરેએ ભારત બાયોટેક કંપનીએ બનાવેલી કોવૈક્સિનનો પ્રથમ ડોઝ લીધો
અમે નાના-નાના ટુકડામાં લૉકડાઉન લાગુ કરી શકીએ છીએ. જોકે હાલ કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ નથી.’ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અમુક સ્થળોએ કડકાઈ પૂર્વક અને સંપૂર્ણ લૉકડાઉનના સંકેત આપ્યા હતા. આ મુદ્દે વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરેએ લોકોને વહેલી તકે વેક્સિનનો ડોઝ લેવા અપીલ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ ભારત બાયોટેક કંપનીએ બનાવેલી કોવૈક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ અને માતાએ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને જોતા સરકારે નાગપુરમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કર્યું છે. નિતિન રાઉતે ગુરુવારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે- શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામા આવશે. જે હેઠળ કોઈને પણ બહાર નીકળવાની મંજૂરી નહીં મળે. માત્ર મેડિકલ શોપ સહિતની જરૂરી સામાનની દુકાનો જ ખુલ્લી રહેશે.
નાગપુરમાં 1710 નવા કેસ સામે આવ્યા
બુધવારે નાગપુરમાં 1710 નવા કેસ સામે આવ્યા હતા. જે 173 દિવસ બાદ 24 કલાકમાં સૌથી વધુ દર્દીઓ મળ્યાનો રેકોર્ડ હતો. નાગપુર મ્યુનિ. કમિશ્નર રાધાકૃષ્ણને આ અંગે જણાવ્યું હતું કે, ‘નવા કેસોમાં મહિલાઓ અને 20 થી 40 વર્ષની વયના લોકોની સંખ્યા વધુ છે. લોકો કોરોનાને હળવાશથી લઈ રહ્યાં હોવાને કારણે કેસોની સંખ્યામાં સતત વધારો થયો છે. લોકોની મદદ વગર કોરોના પર નિયંત્રણ ના મેળવી શકાય.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31