GSTV
Gujarat Government Advertisement

India Post Recruitment 2021: પોસ્ટ વિભાગમાં 2558 પદો પર ભરતી, 10 પાસ લોકો કરે અરજી

Last Updated on March 11, 2021 by

ભારતીય ડાક વિભાગમાં ગ્રામીણ ડાક સેવક તથા અન્ય પદો પર યોગ્ય ઉમેદવારની ભરતી માટે અરજીઓ મંગાવાઈ રહી છે. પોસ્ટ વિભાગની અધિકારીક વેબસાઈટ appost.in પર છત્તીસગઢ અને કેરલ પોસ્ટલ પોસ્ટ સર્કલમાં ભરતી માટે નોટિફિકેશન જાહેર કરાયા છે. કુલ 2558 પદો પર યોગ્ય ઉમેદવારોની ભરતીકરાશે જેના માટે જરૂરી વિગતો નોટિફિકેશનમાં રહેલી છે. બંન્ને પોસ્ટલ સર્કલમાં ભરતી માટે નિર્ધારિત લાયકાત, તારીખ અને માનક એક જ છે.

આટલા પદો પર કરાશે ભરતી

છત્તીસગઢ પોસ્ટલ સર્કલ – 1137 પદ

કેરલ પોસ્ટલ સર્કલ – 1421 પદ

કુલ – 2558 પદ

જો ઉમેદવાર આ પદો પર ભરતી માટે અરજી કરવા માંગે છે તો તે અધિકારીક વેબસાઈટ અથવા indiapost.gov.in પર વિઝિટ કરી અપ્લાઈ કરવા માગે છે તેઓ નોટિફિકેશન ડાઉનલોડ કરી જાણકારી જોઈ શકે છે.

અરજી કરવા માટે ઉમેદવારે 10મું પાસ હોવુ જરૂરી છે. તથા તમામ પદો માટે લોકલ ભાષાનું જ્ઞાન આવશ્યક છે. ગ્રામીણ પોસ્ટ સેવક વિભાગમા અરજી કરનાર ઉમેદવારોને સાઈકલિંગનું જ્ઞાન હોવુ જરૂરી છે. ઉમેદવારોની પસંદગી પરીક્ષા વગર માત્ર મેરિટના આધરે થશે. એક સમાન મેરિટ પોઈન્ટસ હોવા પર વધારે વયના ઉમેદવારની પસંદગી કરાશે. અરજી, પસંદગી અને ભરતી સંબંધિત અન્ય તમામ માહિતી અધિકારિક મોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો