Last Updated on March 11, 2021 by
કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભૂંડી અસર પડી છે. રોજગારથી લઈને ઉદ્યોગો સુધી તમામ વસ્તુઓ પ્રભાવિત થઈ છે. કોરોના સંકટના કારણે હજારો કંપનીઓ પર તાળા લાગી ગયા છે. કેન્દ્ર સરકાર પાસેથી મળેલી જાણકારી મુજબ જોઈએ તો, કોરોના સંક્રમણને રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઔદ્યોગિક સેક્ટરમાં મોટુ નુકસાન થયુ છે. કેટલીય નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન કુલ 10,113 કંપનીઓમાં હંમેશા માટે તાળા લાગી ગયા છે.આ કંપનીઓ મામલે વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર મજૂરોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે.
- દિલ્હી- છેલ્લા 11 મહિનામાં દિલ્હીમાં સૌથી વધારે 2394 કંપનીઓ બંધ થઈ
- ઉત્તર પ્રદેશમાં- 1936 કંપનીઓને તાળા લાગ્યા.
- તમિલનાડૂમાં આ જ ગાળામાં 1322 કંપનીઓના શટર બંધ થયા.
- મહારાષ્ટ્રમાં- તો વળી મહારાષ્ટ્રમાં પણ 1279 કંપનીઓ બંધ થઈ.
- કર્ણાટક-કર્ણાટકમાં 836 કંપનીઓ બંધ થઈ.
- ચંડીગઢ-ચંડીગઢમાં 501 કંપનીઓ બંધ થઈ.
- રાજસ્થાન- રાજસ્થાનમાં 497 કંપનીઓ બંધ થઈ.
- તેલંગણા- તેલંગણામાં 404 કંપનીઓ બંધ થઈ.
- કેરલ-કેરલમાં 307 કંપનીઓ બંધ થઈ.
- ઝારખંડ-137 કંપનીઓ બંધ થઈ ગઈ.
- મધ્ય પ્રદેશ- 111 કંપનીઓ બંધ થઈ
- બિહાર-બિહારમાં 104 કંપનીઓ હંમેશા માટે બંધ થઈ.
કંપની અધિનિયમ 2013ની કલમ 248 (2) અનુસાર દેશમાં 10113 કંપનીઓએ સ્વેચ્છાએ ધંધો બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. આવી જાણકારી કંપની મામલે રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપી હતી. આ કંપનીઓના વિરોધમાં કંપની મામલે મંત્રાલય તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવું પણ સ્પષ્ટ કર્યુ હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31