Last Updated on March 11, 2021 by
કોરોના માહામારીમાં ભારત દુનિયાના કેટલાક દેશો માટે મસીહા બનીને ઉભરી આવ્યું છે. આ દેશોમાં કેનેડાનું નામ પણ સામેલ છે. ભારતની સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) કંપની દ્વારા નિર્મિત કોવિશિલ્ડ વેક્સિનનો 5 લાખ ડોઝવાળી પ્રથમ ખેપ હાલમાં જ કેનેડા પહોંચી હતી. જે બાદ હવે આ દેશને ભારતને આભાર પ્રકટ કર્યો છે. અંહિ ગ્રેટર ટોરંટોમાં બિલબોર્ડ લગાવામાં આવ્યા છે. જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર થે અને તેને ઘન્યવાદ એટલે કે આભાર કહેવામાં આવ્યો છે.
આ બિલબોર્ડ પર પ્રધાનમંત્રી મોદીની તસ્વીર સાથે લખ્યું છે. ‘કેનેડાને કોવિડ વેક્સિન આપવા માટે આભાર ભારત અને PM મોદી નરેન્દ્ર મોદી’. ભારત તરફથી કેનેડાને વેક્સિનની 20 લાખ ડોઝ આપવામાં આવી રહી છે. તે પહેલા પાંચ લાખ ડોઝ મળવા પર કેનેડાના ભારતીય મૂળના મંત્રી અનીતા આનંદે કહ્યું કે, ભારતના સીરમ ઈન્સ્ટીટયૂટમાં બનેલી કોવિશીલ્ડ વેક્સિનની 5 લાખ ડોઝની પહેલી ખેપ કેનેડા પહોંચી ગઈ છે. 15 લાખ ડોઝ વધારે આવશે. અમે આગામી સહયોગ માટે તત્પર રહીશું.
PM ટૂડોએ કર્યો હતો ફોન
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરી અનૂરઓધ કર્યો હતો કે, તેમને વેક્સિન જોઈએ છે. જેના પર PM મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી કે, ‘મારા મિત્ર જસ્ટિન ટૂડોના ફોન આવવાથી મને ખુશી થઈ.’ તે સાથે જ તેમણે કેનેડાને આશ્વાસન આપતા કહ્યુ કે, કોરોના વાયરસ વેક્સિનના જેટલા પણ ડોઝની માંગ કરાઈ છે, ભારત તેની આપૂર્તિ કરવાની સંપૂર્ણ કોશિશ કરશે.
‘ભારત ગર્વ અનુભવી રહ્યુ છે’
કેનેડામાં ભારતના રાજદૂત અજય બિસારિયાએ કહ્યુ હતુ કે, કેનેડાના રસીકરણ અભિયાનને સમર્થન દેવામાં ભારત ગર્વ અનુભવી રહ્યુ છે. 60 ટકાથી વધારે વેક્સિન નિર્માણ ક્ષમતા સાથે ભારત વેક્સિન નિર્માણ ક્ષમતા સાથે ભારત વેક્સિન આંતરરાષ્ટ્રીયવાદમાં વિશ્વાસ રાખે છે. અને દૂનિયાને ઘાતક મહામારીની નિપટવામાં સહારો આપી રહ્યુ છે. તેઓએ એ પણ કહ્યુ કે, વેક્સિનની સપ્લાઈ ભારત અને કેનેડાની રણનિતિક ભાગીદારીને દર્શાવે છે. સાથે જ દુનિયાના ઔષધાલયની ભારતની પ્રતિબદ્ધતાનો પણ ખ્યાલ આવે છે. જેના દ્વારા વૈશ્વિક પરીવારને કોરોના વાયરસ મહામારીથી લડવામાં મદદ કરાઈ રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31