GSTV
Gujarat Government Advertisement

નીતિન પટેલ વાળી/ તીરથસિંહ રાવતની મુખ્યમંત્રીપદે બેસાડી અમિત શાહે ભાજપમાં દબદબો દેખાડ્યો, નડ્ડા અને ડોભાલ બંનેને લાગ્યો ઝટકો

Last Updated on March 11, 2021 by

ઉત્તરાખંડમાં તીરથસિંહ રાવતની મુખ્યમંત્રીપદે પસંદગી કરીને નરેન્દ્ર મોદીએ સૌને ચોંકાવી દીધા છે. તીરથ રાવત છેલ્લા દોઢ દાયકાથી હાંસિયામાં ધકેલાયેલા હતા. મોદીએ વાજપેયી-અડવાણીના સમયના યુવા નેતાને તક આપી છે. ગુજરાતમાં પણ છેલ્લી ઘડી સુધી નીતિન પટેલ મુખ્યમંત્રી બનશે એવી સતત હવા ચાલી હતી.

આખરી ઘડીએ રૂપાણી સીએમ તરીકે જાહેર થયા હતા. એમ જ ઉત્તરાખંડમાં મોટામોટા દાવેદારોને બાજુમાં રાખીને તિરથસિંહ મુખ્યમંત્રી બની ગયા છે. તીરથ ક્યાંય ચિત્રમાં જ નહોતા ને અચાનક તેમને ગાદી મળી ગઈ એ પાછળ અમિત શાહ જવાબદાર છે. શાહ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે યુપીના પ્રભારી હતા ત્યારે તીરથ તેમના ત્રણ સહાયકોમાં એક હતા.

યુપીના પ્રભારી હતા ત્યારે તીરથ તેમના ત્રણ સહાયકોમાં એક હતા

શાહે તીરથને ગાદી પર બેસાડીને જે.પી. નડ્ડા અને અજીત ડોભાલ બંનેને આંચકો આપી દીધો છે. નડ્ડા ઉત્તરાખંડની મંદિર લોબીને ખુશ કરવા કોઈ બ્રાહ્મણને ગાદી પર બેસાડવા માગતા હતા પણ શાહે તેમનો દાવ ઉંધો વાળી દીધો.

તીરથ રાવત અને ડોભાલની દુશ્મની જગજાહેર છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તીરથે પૌઢી ગઢવાલ લોકસભા બેઠક માટે દાવેદારી નોંધાવી તેનો ડોભાલના પુત્ર શૌર્ય ડોભાલે પોતાની એનજીઓનાં પોસ્ટર્સ દ્વારા વિરોધ કર્યો હતો. એ વખતે તીરથ અને શૌર્ય વચ્ચે સામસામી નિવેદનબાજી ચાલી હતી. શાહે એ વખતે પણ તીરથને ટિકિટ અપાવીને ડોભાલને તાકાત બતાવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો