Last Updated on March 11, 2021 by
બેંગાલુરૂમાં એક મોડલે ઝોમેટો પર ઓર્ડર કરેલું ભોજન ખુબ જ મોડું આવતાં તે અંગે કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. જેના કારણે રોષે ભરાયેલા ડિલિવરી બોયે તેના ચહેરા પર જોરથી મુક્કો લગાવ્યો હતો. જેના કારણે મહિલાને નાકના ભાગેથી લોહી નિકળવા લાગ્યું હતુ અને તેણે તેવી જ હાલતમાં વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો, જે વાઈરલ બન્યો હતો.
So guys this just happened to me yesterday
— Hitesha Chandranee (@HChandranee) March 10, 2021
Pls support me @zomato @zomatoin @viralbhayani77 @sagarmaheshwari @ATSBB @bbcnewsindia @narendramodi @cnnbrk @AltNews @NBCNews @itvnews @DgpKarnataka @TV9Telangana pic.twitter.com/TBso6N23k3
બેંગાલુરૂની મોડલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
આ પછી પોલીસે હુમલો કરનારા વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. મોડલિંગની સાથે સાથે મેકઅપ આર્ટીસ્ટ તરીકે કામ કરતી હિતેષા ચંદ્રાણીએ તેના ચહેરા પરથી લોહી નીકળતી હાલતમાં જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.
મોડાં પડેલા ડિલિવરી બોયે મહિલાને ગુસ્સામાં મુક્કો મારતાં નાક પરથી લોહી નીકળવા માંડયું
જેમાં તેણે રડતાં-રડતાં જણાવ્યું કે, એપ પર ઓર્ડર કરેલા ફૂડના ડિલિવરી એક્ઝિક્યુટીવે મને મુક્કો માર્યો હતો, જેના કારણે મારી હાલત આવી થઈ છે. તેણે ઊમેર્યું કે, મેં ઝોમેટો પર કરેલા ઓર્ડરની ડિલિવરીમાં ખૂબ જ મોડું થયું હતું અને હું કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ સાથે વાત કરી રહી હતી, ત્યારે ફૂડની ડિલિવરી કરવા આવી પહોંચેલા વ્યક્તિએ મારી આ હાલત કરી છે.
તેણે મને મુક્કો મારતાં લોહી નીકળવા લાગ્યું અને આ જોઈને તે ભાગી ગયો હતો. આ ઘટનાને પગલે ઝોમેટોએ ટ્વિટર પર એક પોસ્ટ લખીને મહિલાની માફી માંગી લીધી હતી અને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. દરમિયાનમાં આ અંગે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદના પગલે પોલીસે આરોપી ડિલિવરીબોયની ધરપકડ કરી લીધી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31