GSTV
Gujarat Government Advertisement

ખાપ પંચાયત/ મહિલાઓએ જિન્સ પહેર્યું તો ભોગવવી પડશે સજા : જાહેર થયો ફતવો, સમાજમાંથી કરાશે બહિષ્કાર

જિન્સ

Last Updated on March 11, 2021 by

ઉત્તર પ્રદેશની એક ખાપ પંચાયતે મહિલાઓને જિન્સ પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે સાથે જ પુરૂષોના શોર્ટ્સ પહેરવા પર પણ પ્રતિબંધ મુકતું ફરમાન જાહેર કર્યું છે. મહિલાઓ અને પુરૂષોને ઇચ્છા મુજબના કપડા પહેરવાનો અધિકાર હોવા છતા આ પ્રકારનો ફતવો આ ખાપ પંચાયતે જાહેર કર્યો છે જેની ભારે ટીકા થઇ રહી છે.

જિન્સ

પુરૂષોના શોર્ટ્સ પહેરવા પર પણ તવાઇ

પ્રાપ્ત જાણકારી અનુસાર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની આ ખાપ પંચાયતે પોતાના ફતવામાં કહ્યું છે કે મહિલાઓ, યુવતીઓએ જીન્સ ન પહેરવા, સાથે જ યુવકો કે કોઇ પણ વયના પુરૂષોએ શોર્ટ્સ ન પહેરવા.

જિન્સ

આદેશનું પાલન ન કરનારાનો સમાજમાંથી બહિષ્કાર કરવાની ખાપ પંચાયતની ચીમકી

આ ફતવો પુરણ સિંઘ અને કિસન સિંઘ નામના ખાપના નેતાઓ દ્વારા જાહેર કરાયો છે. આ નેતાઓએ સાથે ધમકી આપી છે કે જે કોઇ મહિલા કે પુરૂષ અમારા આ આદેશનું પાલન નહીં કરે તો તેમને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે સાથે જ અમારા નિયમો મુજબ સજા પણ કરવામાં આવશે.

એટલુ જ નહીં આ ખાપ પંચાયતે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એસસી સમાજના લોકોને આગામી પંચાયતની ચૂંટણીમા અનામત આપવાની જે જાહેરાત કરી હતી તેની પણ ટીકા કરી છે. અગાઉ પણ આ જ પ્રકારના ફતવા ખાપ પંચાયતો જારી કરી ચુકી છે જેમાં મુખ્ય ટાર્ગેટ મહિલાઓ રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો