Last Updated on March 10, 2021 by
શાકાભાજી અને ફળના પાકને પ્રાકૃતિક આફતના કારણે થતાં નુકસાનની ભરપાઈ કરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સરકાર તરફથી શાકભાજી અને ફળના ખેડૂતો માટે વિમા યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાથી શાકભાજી અને ફળને થતાં નુકસાન પર ખેડૂતોને વિમા દ્વારા આર્થિક મદદની ગેરંટી મળે છે. આ અગાઉ શાકભાજી તથા બાગાયતી સાથે જોડાયેલા ખેડૂતોને કુદરતી આફતની સ્થિતીમાં કોઈ આર્થિક મદદ સરકાર તરફથી મળતી નહોતી. રાજ્ય સરકારોની મહત્વકાંક્ષી યોજાનાથી જોડાવા માટે ખેડૂતોએ પોતાનો પાક વિમો કરાવાનો રહેશે, ત્યાર બાદ શિયાળુ, ઉનાળુ અને અન્ય કોઈ પણ પાક માટે કુદરતી આફતથી થતાં નુકસાન પર ખેડૂતોને ભરપાઈ કરવામાં આવશે.
બંને પાકોમાં સરકાર કરશે ભરપાઈ
હરિયાણાના મેવાત જિલ્લા બાગાયતી અધિકારી દીન મોહમ્મદે જણાવ્યુ હતું કે, જો ઝાકળ, આગ, અથવા બરફવર્ષાના કારણે કોઈ પણ શાકભાજી અથવા ફળના પાકને નુકસાન થાય છે તો, 30 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. આ સાથે જ ફળની ખેતી ખરાબ થાય છે તો, 40 હજાર રૂપિયાની આર્થિક મદદ સરકાર તરફથી આપવામાં આવે છે. આ સ્કીમમાં જોડાવા માટે અઢી ટકા પ્રિમિયમ આપવુ જરૂરી છે. શાકભાજી માટે 750 તથા ફળની ખેતી માટે 1000 રૂપિયા આપવામાં રહેશે.
જોખમયુક્ત પાકની સમસ્યામાંથી ખેડૂતોને છૂટકારો
આ અધિકારીએ જણાવ્યુ હતું કે, આ વિમા યોજનાથી શાકભાજી અને ફળના ખેડૂતોની મોટા ભાગની સમસ્યા હલ થઈ જશે. કારણ કે, સરકાર તેમની સમસ્યાને જોતા જોખમયુક્ત ખેતી કરવા માટે વિમા યોજનાની શરૂઆત કરવા જઈ રહી છે. આ અગાઉ ઘઉં, સરસવ, કપાસ જેવા પાક માટે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાનો લાભ આપવામાં આવતો હતો. પણ હવે ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા સરકારે હવે ફળ તથા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને મોટી રાહત આપી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31