GSTV
Gujarat Government Advertisement

કેબિનેટનો મોટો નિર્ણય: ઈંશ્યોરેંસ એક્ટમાં ફેરફારના નિર્ણયને આપી મંજૂરી, હવે વિમા ક્ષેત્રમાં FDIની મર્યાદા વધી ગઈ

Last Updated on March 10, 2021 by

કેબિનેટે આજે ઈંશ્યોરેંસ એક્ટમાં ફેરફાર કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. તેનાથી ઈંશ્યોરેંસ સેક્ટરમાં 74 ટકા પ્રત્યક્ષ રીતે વિદેશી રોકાણનો રસ્તો સાફ થઈ જશે. હાલમાં લાઈફ અને જનરલ ઈંશ્યોરેંસ સેક્ટરમાં એફડીઆઈની મર્યાદા 49 ટકા છે. ત્યારે હવે આ સેક્ટરમાં એફડીઆઈ મર્યાદા 25 ટકાના વધારા સાથે 74 ટકા થઈ ગઈ છે. સરકારે બજેટ 2021માં વિમા ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા 25 ટકા વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

છેવાડાના માણસ સુધી વિમા ઉત્પાદન પહોંચાડવામાં મળશે મદદ

કેન્દ્ર સરકારે ઈંશ્યોરેંસ સેક્ટરમાં એફડીઆઈ વધારવાના હેતૂ સાથે વિદેશી કંપનીઓને આ ક્ષેત્રમાં મોટા રોકાણ માટે આકર્ષિત કર્યા છે. તેનાથી દેશમાં વિમાની પહોંચી દરેક માણસ સુધી પહોંચાડવામાં મદદ મળશે. જાણકારોનું કહેવુ છે કે, ઈંશ્યોરેંસમાં એફડીઆઈની મર્યાદા વધારવાના બે ફાયદા છે. એક, આ સેક્ટરમાં મૂડી રોકાણનો પ્રવાહ વધશે. સાથે જ કંપનીઓના વિસ્તાર થવાથી નોકરીઓનો અવસર પણ વધશે. આ ઉપરાંત કંપનીઓને પોતાની પહોંચ વધારે લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. તેથી જમીની સ્તર પર છેવાડાના માનવી સુધી વિમાની સેવા પહોંચશે.

પીએમ સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ વર્ષના અંતમાં નહીં થાય લૈપ્સ

કેબિનેટે આ ઉપરાંત પીએમ સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને પણ મંજૂરી આપી દીધી છે. જે ફેંડ હેલ્થ, એજ્યુકેશન સેસથી ચાલે છે. નાણાકીય વર્ષ ખતમ થતાં જ ફંડ લેપ્સ નહીં થાય. હેલ્થ અને એજ્યુકેશનના રૂપિયા ફંડમાં નાખવામાં આવશે. હેલ્થ સેક્ટરમાં ફ્લૈગશિપ સ્કિમ પર આ ફંડ ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત આજે કેબિનેટેમાં વીવી-પૈટ મશીનની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો