Last Updated on March 10, 2021 by
હાલના સમયમાં વીડિયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ યુટ્યૂબ (YouTube) કમાણીનું ઉત્તમ સાધન બની ગયુ છે. ઉપરાંત તેનાથી લોકોમાં રહેલા ટેલેન્ટને પણ બહાર લાવવામાં મદદ મળે છે. પણ હવે અમેરિકાથી બહાર યુટ્યૂબની કમાણી ઓછી થશે. હકીકતમાં જોઈએ તો, યુટ્યૂબ પર વીડિયો બનાવતા લોકોને ટેક્સ નથી આપવો પડતો, પણ હવે જલ્દીથી તેમને પણ ટેક્સ આપવો પડશે. ગૂગલે ભારતીય યુટ્યૂબર્સને મેઈલ મોકલીને ચેતવણી આપી છે. તેમાં કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, આ વર્ષ 31 મેના બાદ યુટ્યૂબર્સની કમાણી પર ટેક્સ લાગશે.
અમેરિકી ક્રિએટર્સને નહીં આપવો પડે ટેક્સ
રાહતના સમાચાર એ છે કે, આપને ફક્ત એ વ્યૂઝનો જ ટેક્સ આપવાનો રહેશે, જે આપને અમેરિકી વ્યૂઝથી મળ્યા છે. સાથે જ અમેરિકી ક્રિએટર્સને ટેક્સ આપવો પડશે નહીં. જેનો અર્થ થાય કે, ભારતીય યુટ્યૂબર્સને અમેરિકામાં કોઈ વીડિયો જોઈ રહ્યા છે, તો તે વ્યૂઝની કમાણી પર ટેક્સ આપવો પડશે.
? Attention creators!
— YT Creators India (@YTCreatorsIndia) March 10, 2021
If you’re a monetizing creator outside of the U.S., like India, important tax changes are coming later this year that may affect your YPP earnings ⚠️
Find out what’s happening, and what you need to do, below ⬇️
જૂનથી શરૂ થશે યૂટ્યૂબની નવી ટેક્સ પોલીસી
ગૂગલની માલિકીવાળી યુટ્યૂબની નવી ટેક્સ પોલીસીની શરૂઆત જૂન 2021થી લાગૂ થશે. ગૂગલે પોતાના ઓફિશિયલ કમ્યિનિકેશનમાં વીડિયો ક્રિએટર્સને એડસેંસ અકાઉન્ટમાં ટેક્સ ઈન્ફોર્મેશન સબમિટ કરવાનું કહેવાયુ છે.
જો તમે તમારા ટેક્સની જાણકારી 31 મે 2021 સુધી નહીં આપો તો, આપની કુલ કમાણીમાંથી 24 ટકા પૈસા કપાઈ જશે. ભારત યુઝર્સ જો ટેક્સની જાણકારી આપશે, તો અમેરિકી દર્શકો પાસેથી મળતા પૈસા પર આપને 15 ટકા ઓછો ટેક્સ લાગશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31