Last Updated on March 10, 2021 by
સેનામાં પ્રવેશ માટે યુવતીઓ સાથે ભેદભાવ થતો હોવા મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, સેનામાં નોકરી આપવા સમયે યુવતીઓ માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશનની શરત રાખવામાં આવી છે, જ્યારે યુવકોને 12 પાસ હોવા બાદ જ નેશનલ ડિફેન્સ એકેડમીમાં સ્થાન આપવામા આવે છે. આ રીતે યુવતીઓ સેનામાં પોતાની સેવાના પ્રારંભમાં જ યુવકોથી પાછળ રહે છે.
સુપ્રીમ કોર્ટે મુદ્દાની ગંભીરતા જાણી નોટિસ આપી
જ્યાં સુધી યુવતીઓ સેનામાં જોડાય ત્યાં સુધીમાં તેમની વયના યુવકો સ્થાઈ કમિશનના અધિકારી બની ચૂક્યા હોય છે. વકીલ કુશ કાલરા અને અનીતાની અરજી ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની નેતૃત્ત્વવાળી બેન્ચ સુનાવણી કરશે. કોર્ટે રક્ષા મંત્રાલય, નેશનલ ડિફેન્સ એકેડમી અને યુપીએસસીને નોટિસ જાહેર કરી છે.
યુવતીઓના મૂળભૂત અધિકારોનું હનન
અરજીમાં લખવામા આવ્યું છે કે, નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીમાં માત્ર યુવકોને જ એડમિશન મળે છે. આમ કરવું એવી યુવતીઓના મૂળભૂત અધિકારોનો ભંગ છે, જે યુવતીઓ સેનામાં જોડાઈ દેશની સેવા કરવા માગે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31