Last Updated on March 10, 2021 by
એક મહિલાનું વજન 136 કિલો થઈ ગયું હતું, પરંતુ તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે બદલો લેવા ના ઈરાદાથી પોતાનું વજન 63 કિલો ઘટાડી દીધું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેનારી જોસીની સ્ટોરી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2018માં તેણે પોતાનું વજન ઘટાડવાનું શરૂ કર્યું
29 વર્ષીય જોસીએ જણાવ્યું કે બોયફ્રેન્ડે તેનાથી બ્રેકએપ કરી લીધો હતો. એ પછીથી 2018માં તેણે પોતાનું વજન ઘટાડવાનું શરૂ કર્યું. લગભગ 3 વર્ષમાં 63 કિલો વનજ ઘટાડવામાં સફળતા મેળવી લીધી છે.
136 કિલોથી હવે જોશી 73 કિલોની થઈ ગઈ
એક રિપોર્ટ મુજબ 136 કિલોથી હવે જોશી 73 કિલોની થઈ ગઈ છે. અડધાથી વધારે વજન ઘટાડવાને કારણે જોસીને કેટલાય લોકો માટે પ્રેરણાદાયી પણ બની ગઈ છે. જોસીએ જણાવ્યું કે પર્સનલ ટ્રેનરની મદદથી તેણે વજન ઘટાડવામાં સફળતા મેળવી છે.
73 કિલો થયા બાદ તેણે પહેલીવાર બિકીની પહેરી
જોસીએ જણાવ્યું કે 73 કિલો થયા બાદ તેણે પહેલીવાર બિકીની પહેરી છે. તેણે કહ્યું કે હું એક એવી છોકરી હતી જેને એક્સ બોયફ્રેન્ડ પસંદ નહોતો કરતો. પરંતુ હવે હું એવી છોકરી બની ગઈ છું જેને તે મેળવી નથી શકતો.
વજનને લઈને તે આખી જીંદગી સંઘર્ષ કરતી આવી
જોસીએ એમ પણ કહ્યું કે વજનને લઈને તે આખી જીંદગી સંઘર્ષ કરતી આવી છે. તે હંમેશાથી ઓવરવેટ રહી છે. તેણે માન્યું કે જ્યારે તે 136 કિલોની થઈ ગઈ હતી. તેને જે મન થતું તે ખાઈ લેતી હતી. પરંતુ ત્રણ વર્ષના રિલેશનશીપ બાદ જ્યારે બ્રેકઅપ થયું તો તમામ બદલાઈ ગયું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31