GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ ટેક્સ ચોરો માટે ‘સ્વર્ગ’ સમાન ટોપ 10 દેશોની યાદી થઈ જાહેર! જોઇ લો ભારતનો નંબર ક્યાં ક્રમે

tax

Last Updated on March 10, 2021 by

કોર્પોરેટ કંપનીઓ માટે ટોપ-10 ટેક્સ-હેવન દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. ટેક્સ હેવન દેશો એટલે એવા દેશો જ્યાં કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ હોતો નથી અથવા તો નહી બરાબર હોય છે. મોટી-મોટી કંપનીઓ આવા દેશોનો ઉપયોગ ટેક્સ બચાવવા અથવા રાઉન્ડ ટ્રિપિંગ માટે કરતી હોય છે.

કોર્પોરેટ ટેક્સ હેવન દેશોની નવી યાદી જાહેર કરશે

કોર્પોરેટ ટેક્સ હેવન ઇન્ડેક્સ એટલે કે આવા દેશોની દર બે વર્ષ જારી કરવામાં આવે છે. તાજેતરમાં ટેક્સ જસ્ટિસ નેટવર્કે કોર્પોરેટ ટેક્સ હેવન દેશોની નવી યાદી જાહેર કરશે. આ એક સ્વતંત્ર રિસર્ચ બેઝ્ડ ઇન્ટરનેશનલ નેટવર્ક છે. કોર્પોરેટ ટેક્સ હેવન ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે બ્રિટનના બ્રિટિશ વર્જિન આયલેન્ડ અને ત્યારબાદ બીજા ક્રમે કેમૈન આયલેન્ડ્સ તેમજ ત્રીજા ક્રમે બરમૂડા છે. તો આ યાદીમાં બ્રિટન 13માં ક્રમે છે.

ટેક્સ હેવન સમાન 70 દેશોની યાદી જાહેર

 જો કે આ યાદીમાં ભારતનો સમાવેશ નથી. કારણ કે ભારતમાં કંપનીઓ ઉપર 25થી 30 ટકા જેટલો ઉંચો કોર્પોરેટ ટેક્સ લાદવામાં આવ્યો છે ઉપરાંત કરચોરી અને રાઉન્ડ ટ્રિપિંગ ફંડિંગ વિરુદ્ધ પણ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ટેક્સ જસ્ટિસ નેટવર્કે કહ્યુ કે, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે  OECD પોતાના જ અમીર સભ્ય દેશો દ્વારા સક્ષમ બનાવેલ કોર્પોરેટ કરચોરીને ઓળખી કાઢવામાં અને તેને રોકવામાં નિષ્ફળ રહી છે. OECDના કુલ 37 સભ્ય દેશો છે. તેમાં બ્રિટન, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને તેની ઉપર નિર્ભર દેશો દુનિયામાં કોર્પોરેટ ટેક્સની કુલ ચોરી જોખમના 68 ટકા માટે જવાબદાર છે. 

આ ઇન્ડેક્સમાં 70 દેશો શામેલ

કોર્પોરેટ ટેક્સ હેવન ઇન્ડેક્સ 70 દેશોને આવરી લે છે. રેન્કિંગ તેમના કોર્પોરેટ ટેક્સ હેવન સ્કોરના આધારે થાય છે. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે ક્યા દેશો આક્રમક રીતે અથવા કાં શૂન્ય કોર્પોરેટ ટેક્સ, છટકબારીઓ, ગોપનીયતા વગેરે મારફતે મલ્ટિનેશનલ કંપનીઓને આકર્ષિત કરે છે અને તેમને અન્ય દેશોની કર જોગવાઇઓથી બચાવવામાં સક્ષમ બનાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો