Last Updated on March 10, 2021 by
દાદરા નગરહવેલીના 7 ટર્મના સાંસદ સ્વ. મોહન ડેલકરના આપઘાત કેસમાં 17 દિવસ બાદ નવો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે સ્યુસાઇટ નોટના આધારે સંઘ પ્રદેશના પ્રશાસક, ક્લેકટર, નિવાસી કલેકટર, એસપી, ભાજપના નેતા સહિત સાત શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસ SITને સોંપી છે.
સ્વ. મોહન ડેલકરના પરિવારે કરી ન્યાયની માંગ
દાદરા નગરહવેલીના લોકપ્રિય અને 7 વખત પ્રદેશનું લોકસભામાં પ્રતિનિધત્વ કરનારા સાંસદ મોહન ડેલકરે મુંબઇની હોટલમાં આપઘાત કરી લીધો હતો. જેને પગલે સમગ્ર સંઘપ્રદેશમાં ગમગીની સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પ્રદેશવાસીઓ અને આદિવાસી સમાજ દ્વારા ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરાઇ હતી. સ્વ. મોહન ડેલકરના પરિવારે ગઇ કાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળી સમગ્ર મામલે ચર્ચા કરી ન્યાયની માંગ કરી હતી.
પોલીસે 7 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
બીજી તરફ મુંબઇના મરીન ડ્રાઇવ પોલીસે 17 દિવસ બાદ આપઘાત કેસમાં સ્યુસાઇટ નોટના આધારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રસાશક પ્રફુલ્લ પટેલ, કલેકટર, નિવાસી કલેકટર, એસપી, ડીવાયએસપી, લો સેક્રેટરી, પોલીસ ઇન્સ્પેકટર, ભાજપના નેતા મળી 7 શખ્સો સામે દુષ્પ્રેરણા, ધાક ધમકી, એટ્રોસિટી સહિત જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31