GSTV
Gujarat Government Advertisement

તમારા કામનું/ આધાર કાર્ડમાં પસંદ નથી તમારી તસવીર? આ રીતે બદલો તમારો ફોટો અને ફોન નંબર

આધાર

Last Updated on March 10, 2021 by

આજના સમયમાં આધાર કાર્ડ આપણા માટે સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયુ છે. બેંકમાં ખાતુ ખોલાવવાથી લઇને જમીન-મિલકત ખરીદવા ઉપરાંત સિમ કાર્ડ ખરીદવા માટે પણ આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. સાથે જ આ સમયે કોરોનાથી બચવા માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે, અહીં પણ તમારે તમારુ આધાર કાર્ડ બતાવવુ જરૂરી છે. પરંતુ મોટાભાગના લોકોને ફરિયાદ છે કે આધાર કાર્ડમાં તેમનો ફોટો સારો નથી આવ્યો. કેટલાંકનો ફોટો ઝાંખો છે તો કેટલાંકનો ફોટો ખરાબ દેખાઇ રહ્યો છે. 

આ મુશ્કેલીને જોતા આધાર કાર્ડ જારી કરતી એજન્સી યુઆઇડીએઆઇએ ફોટો બદલવાની ખાસ સુવિધા આપી છે. તેવામાં જો તમે તમારા આધારકાર્ડનો ફોટો બદલવા માંગતા હોય અથવા તો આધાર કાર્ડમાં કોઇ નવો મોબાઇલ નંબર અપડેટ કરવા માંગતા હોય તો અમે તમને જણાવી રહ્યાં છીએ કે કેવી રીતે તમે આ બંને પ્રોસેસ પૂરી કરી શકો છો.

આધાર

જુનો ફોટો કેવી રીતે બદલાશે

જો તમે પણ તમારા ફોટોને તમારા આધાર કાર્ડમાં બદલવા માંગતા હો, તો તમારે આ માટે આધાર કેન્દ્રમાં જવું પડશે. તમે નજીકની બેંક શાખા અથવા પોસ્ટ ઑફિસ પર જઈને તમારો ફોટો બદલવા માટે અરજી કરી શકો છો. તે જાણવું મહત્વપૂર્ણ છે કે અહીં તમારે પહેલાની જેમ વેબકેમેરાની સહાયથી એક નવો ફોટો ક્લિક કરાવવો પડશે. તમારા દ્વારા આપવામાં આવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્વીકારવામાં આવશે નહીં. આધાર કાર્ડમાં ફોટોગ્રાફ અપડેટ કરવામાં 90 દિવસનો સમય લાગી શકે છે.

આધાર કાર્ડમાં ફોટો બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા

  • આધાર નોંધણી કેન્દ્ર / આધાર સેવા કેન્દ્ર પર જાઓ.
  • તમે યુઆઈડીએઆઇ વેબસાઇટ પરથી ‘આધાર નોંધણી ફોર્મ’ ડાઉનલોડ કરીને લઈ જઇ શકો છો. તમને આ ફોર્મ કેન્દ્રમાં પણ મળશે.
  • આ ફોર્મને સંપૂર્ણ રીતે ભરો અને કેન્દ્રમાં બેઠેલા એગ્ઝેક્યુટિવને આપો. ઉપરાંત, તમારી બાયોમેટ્રિક વિગતો આપો.
  • આ પછી, કેન્દ્રમાંની વ્યક્તિ તમારો લાઇવ ફોટો લેશે.
  • હવે તમારે 25 રૂપિયા અને લાગતો જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.
  • ચુકવણી પછી, તમને એક એક્નોલેજમેંટ સ્લિપ મળશે, જેમાં અપડેટ રિકવેસ્ટ નંબર (યુઆરએન) હશે.
  • તમે યુઆરએનનો ઉપયોગ કરીને આધાર કાર્ડનું અપડેટ સ્ટેટસ જોઈ શકો છો.
  • તમારો ફોટો આધાર કાર્ડમાં અપડેટ થયા પછી, તમે તેને ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો.
uidai

આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા

  • આધાર નોંધણી કેન્દ્ર / આધાર સેવા કેન્દ્ર પર જાઓ.
  • કેન્દ્રમાં આધાર અપડેટ ફોર્મ યોગ્ય રીતે ભરો.
  • ફોર્મમાં તમારો હાલનો મોબાઇલ નંબર ભરો.
  • આ પછી, કેન્દ્રમાં બેઠેલા અધિકારીઓ તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન કરશે અને તમારી અરજીની નોંધણી કરશે. મોબાઇલ નંબર અપડેટ કરવા માટે, તમારે ફી તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે.
  • ચુકવણી કર્યા પછી, તમને એક કાપલી મળશે, જેમાં એક યુનિક રેફરન્સ નંબર (યુઆરએન) હશે. તેની સહાયથી, તમે અપડેટ વિશેની માહિતી મેળવી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો