Last Updated on March 10, 2021 by
નાણા મંત્રાલયે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએના બાકી ત્રણ હપ્તા જુલાઇથી ચુકવવામાં આવશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૧-૧-૨૦૨૦, ૧-૭-૨૦૨૦ અને ૧-૧-૨૦૨૧ એમ ડીએના કુલ ત્રણ હપ્તા ચૂકવવાના બાકી છે.
- કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએના બાકી ત્રણ હપ્તા જુલાઇથી ચૂકવાશે
- ૫૦ લાખ કર્મચારીઓ, ૬૧ લાખ પેન્શનરોને લાભ થશે
- કોરોના મહામારીને પગલે ગયા વર્ષે એપ્રિલમાં સરકારે જૂન, ૨૦૨૧ સુધી ડીએમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૧૭ ટકા ડીએ
ઉલ્લેખનીય છેકે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૧૭ ટકા ડીએ ચૂકવવામાં આવે છે. સરકારે ગયા વર્ષે એપ્રિલમાં નિર્ણય લીધો હતો કે જુન, ૨૦૨૧ સુધી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વધારો કરવામાં આવશે નહીં. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ(મોંઘવારી ભથ્થા)માં વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઇમાં વધારો કરે છે. જો કે કોરોના વાઇરસ મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે ગયા વર્ષે એપ્રિલમાં જુન, ૨૦૨૧ સુધી ડીએમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો.
સરકારે ડીએ ચાર ટકા વધારી ૨૧ ટકા કરવાનો નિર્ણય લીધો
કોરોના મહામારી અગાઉ સરકારે ડીએ ચાર ટકા વધારી ૨૧ ટકા કરવાનો નિર્ણય લીધો હતો અને તેનો અમલ ૧-૧-૨૦થી થવાનો હતો પણ કોરોના મહામારી શરૃ થઇ જતા આ હપ્તો ચૂકવવાનો મોકૂફ રાખવામાં આવ્યો હતો. જે આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી. એટલે કે ડીએના કુલ ત્રણ હપ્તા ચૂકવવાના થાય છે. રાજ્યસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષ ડીએમાં વધારો નહીં કરીને સરકારે ૩૭,૪૩૦.૦૮ કરોડ રૃપિયા બચાવ્યા છે. જેનો ઉપયોગ કોરોના મહામારી સામે લડવામાં કરવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31