Last Updated on March 10, 2021 by
કોંગ્રેસ પર નિશાન તાકીને ડીએમકેના વડા સ્ટાલિને કોંગ્રેસ અને ખાસ તો સોનિયા ગાંધીને કહ્યું હતું કે અમને તમારી જરૂર નથી, તમને અમારી જરૂર છે. આ વાત સાંભળીને કોંગ્રેસના પ્રદેશ એકમના વડા કે. એસ. અલાગીરી પડી ભાંગ્યા હતા. તેમને લાગ્યું કે આ તો અમારૂં અપમાન છે. બગડતી જતી બાજીને સંભાળવા કોંગ્રેસના વડા સોનિયા ગાંધીને મધ્યસ્થી કરવી પડી હતી અને તેમણે ડીએમકેના વડા સ્ટાલિનને શનિવારે સાંજે ફોન કરી બંને પક્ષો વચ્ચે બેઠકની સમજુતી પાકી કરી હતી.
અમને તમારી જરૂર નથી, અમે એકલા હાથે જ ચૂંટણી જીતી જઇશું
ડીએમકે એ કોંગ્રેસને ગઇ વખતે આપેલી બેઠકોમાંથી સોળ ઓછી કરીને ૨૫ બેઠકો જ આપી હતી. ઉપરાંત વ્યવસ્થાના ભાગરૂપે કન્યાકુમારીની લોકસભા બેઠક પણ આપી હતી જ્યાં પેટા ચૂંટણી થશે. ગયા શુક્રવારે કોંગ્રસ કારોબારીની બેઠકમાં અલાગીરી આ વ્યવસ્થા જોઇ પક્ષની બેઠકમાં જ રડી પડયા હતા. સૂત્રો અનુસાર ડીએમકે એ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમને તમારી જરૂર નથી, અમે એકલા હાથે જ ચૂંટણી જીતી જઇશું.
સરકારે દરેક ખેડૂતને આઇડી આપશે
એક તરફ ખેડૂતોનું આંદોલ ચાલી રહ્યું છે તો બીજી તરફ સરકાર ખેડૂતોને ખુશ કરવા ગતકડા કરી રહી છે. કેન્દ્ર પહેલી જ વાર દેશના ખેડૂતોની ઉચ્ચ સ્તરીય યાદી તૈયાર કરવાની યોજના બનાવી છે.આનાથી સરકારેને ગ્રામીણ વિસ્તારના અર્થતંત્રની રજેરજની ખબર પડશે અને દેશમાં ખેતીનો વેપાર કેવી રીતે ચાલે છે તેની જાણ થઇ જશે. આ યોજના હેઠળ દેશના દરેક ખેડૂતને એક ઓળખ પત્ર અપાશે તેમજ સબસીડી અને પોલીસીઓની પણ જાણકારી અપાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31