Last Updated on March 10, 2021 by
હવે હોળીના તહેવાર (Holi 2021) ને ગણતરીના દિવસો બાકી છે. આપણે બધા જાણીએ છીએ કે હોળી પહેલા, દરેક વ્યક્તિ પાપડ અને ચિપ્સ જેવી ઘણી બધી ચીજો પોતાના ઘરોમાં તૈયાર કરે છે. આવા સમયે, તમે પાપડનો બિઝનેસ શરૂ કરીને સારી આવક મેળવી શકો છો. જો કે આ હંમેશા ચાલતો વ્યવસાય છે, પરંતુ હોળીના સમયમાં આ બિઝનેસ દ્વારા તમે બમ્પર પ્રોફિટ મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમે તેને કેવી રીતે આ બિઝનેસ શરૂ કરી શકો છો અને તેના માટે કેટલા પૈસા ખર્ચ થશે-
તમે 10 હજારથી 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો. પાપડ મેકિંગ બિઝનેસ ફક્ત 2 લાખ રૂપિયામાં કરી શકાય છે. રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ (એનએસઆઈસી) એ આ માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેના દ્વારા તમને મુદ્રા યોજના હેઠળ 4 લાખ રૂપિયાની લોન સસ્તા દરે મળશે.
કુલ કેટલો ખર્ચ થશે?
એક રિપોર્ટ મુજબ, કુલ 6 લાખ રૂપિયાના રોકાણ સાથે આશરે 30 હજાર કિલો ઉત્પાદન ક્ષમતા તૈયાર થઇ જશે. આ વ્યવસાય શરૂ કરવા માટે 6.05 લાખનો ખર્ચ થશે. કુલ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલનો ખર્ચ શામેલ છે.
કેટલી જગ્યાની જરૂર પડશે?
ચાલો તમને જણાવી દઈએ કે પાપડ બનાવવાના વ્યવસાય માટે ઓછામાં ઓછી 250 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. જો તમારી પાસે એટલી જગ્યા નથી, તો પછી તમે ભાડા પર જમીન પણ લઈ શકો છો.
કયા મશીનો જરૂરી છે?
પાપડ બનાવવાનો વ્યવસાય શરૂ કરવા માટે તમારે સ્વિફટર, બે મિક્સર, પ્લેટફોર્મ બેલેન્સ, ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ઓવન, માર્બલ ટેબલ ટોપ, પાટલો-વેલણ, એલ્યુમિનિયમના વાસણો અને રેક્સ જેવી મશીનરીની જરૂર પડશે.
તમે ક્યાં ઉત્પાદન વેચી શકો છો?
એકવાર ઉત્પાદન તૈયાર થઈ જાય, પછી તમે તેને ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે વેચી શકો છો. ઑફલાઇન તમે તેને જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને વેચી શકો છો. આ સિવાય તમે સુપરમાર્કેટ અને મોટા રિટેલરોનો સંપર્ક કરી શકો છો.
કેટલો થશે નફો
અંદાજ મુજબ રોકાણના આશરે 20 ટકા જેટલુ કમાઇ શકાય છે. એટલે કે, 1 લાખના રોકાણ પર, તમે દર મહિને 20 થી 30 હજારની કમાણી કરી શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31