GSTV
Gujarat Government Advertisement

અગત્યનું / EPFO: મહિલાઓને EPFO આપે છે કેટલીક ખાસ સૂવિધાઓ, મળે છે આ ફાયદાઓ

Last Updated on March 10, 2021 by

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નોકરિયાત લોકોના ભવિષ્યનું હંમેશા ધ્યાન રાખે છે. પરંતુ તેની સાથે જ EPFO મહિલાઓની સામાજીક સૂરક્ષા પર પણ વિશેષ ધ્યાન આપે છે. દરેક સ્તર પર તેને સૂરક્ષિત અને સશક્ત બનાવવા માટે કોઈ એવી યોજનાઓ છે જે તેને આત્મનિર્ભર અને મજબૂત બનાવે છે. EPFO મહિલાઓને અધિકાર આપે છે કે, તે ઉચ્ચ શિક્ષા માટે લગ્ન સહિત કેટલીક મહત્વપૂર્ણ અવસરો પર પૈસા ઉપાડી શકે છે.

EPFOની પેંશન યોજના

EPFO મહિલાઓ માટે કેટલીક પ્રકારની પેંશન યોજના ચલાવી રહ્યુ છે. જેમાં વિધવા પેંશન સહિત કેટલાક પ્રકારના લાભ સામેલ છે. મહિલા દિવસના પ્રસંગે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ટ્વિટ કરીને એ જાણકારી આપી. આ ટ્વિટમાં તેણે જણાવ્યુ કે, EPFO મહિલાઓ માટે કેટલાક વિશેષ લાભ લઈને આવે છે.

EPFO

EPFOએ ટ્વિટ કરીને કહ્યુ કે, ઉચ્ચ શિક્ષા, વિવાહ વગેરે હેતૂ EPF ઉપાડ, વિધવા પેંશન સહિત વિભિન્ન પેંશન જેવી સૂવિધાઓ પ્રદાન કરે છે. EPFO જીવનના પ્રત્યેક મોડ પર મહિલાઓને સામાજીક સૂરક્ષા પ્રદાન કરે છે.

100 ટકા દાવાની કરી પતાવટ

EPFO દિલ્લી પશ્ચિમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવા માટે મહિલાઓના 100 ટકા દાવાની પતાવટ કરી છે. આ સૂવિધાઓને યાદ કરવી એટલા માટે પણ જરૂરી છે. 20 ફેબ્રુઆરી 2021એ જારી કરેલા આંકડાઓ અનુસાર EPFOએ જણાવ્યુ કે, ડિસેમ્બર 2020માં 12.54 લાખ નવા સભ્યો જોડાયા છે. તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો