Last Updated on March 10, 2021 by
સ્માર્ટફોનના વધતા ઉપયોગના કારણે લોકોની લાઈફથી બીજી વસ્તુઓ ગાયબ થઈ ગઈ છે. આજકાલ અભ્યાસથી લઈને શોપિંગ સુધી દરેક કામ ઈન્ટરનેટ અને ફોન દ્વારા કરવામાં આવે છે. એવામાં કંઈ લખવુ હોય કે કોઈપણ પ્રકારના નોટસ બનાવવા હોય તો આપણે ફોનમાં આપેલા નોટસનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો તેને WhatsApp પર શેર કરીએ છીએ. એવુ ઘણીવાર થાય છે કે જયારે આપણે લિસ્ટ બનાવીએ છીએ અને તેને કોઈને શેર કરીએ છીએ. તે ઉપરાંત ઓફિસથી લઈને પર્સનલ કામ પણ આપણે WhatsApp પર શેક કરીએ છીએ.
પરંતુ આવુ કરવુ લોકોને કન્ફયૂઝ કરે છે. જેથી આજે અમે તમને WhatsAppની એક કામની ટ્રિક્સ બતાવીશુંજેનો ઉપયોગ તમે જરૂરી કામ અથવા દસ્તાવેજને સેવ કરવા માટે કરી શકો છો. સરળતાથી તમે WhatsApp પર પર્સનલ ડાયરી અથવા નોટસ બનાવી શકો છો.
WhatsApp પર કેવી રીતે બનાવશો પર્સનલ ડાયરી
- આ માટે તમારે તમારા WhatsApp પર એક નવુ ગ્રુપ ક્રિએટ કરવુ પડશે.
- તમે ગ્રુપ બનાવવા માટે WhatsAppના ટોપમાં જમણી બાજુએ આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. જયાં તમને ન્યૂ ગ્રૂપ બનાવવાનો એક ઓપ્શન મળશે.
- ગ્રુપ ક્રિએટ કરતા સમયે તમારે તમારી કોઈ એક ફેમિલિ મેંબર અથવા ફ્રેન્ડને એડ કરી લો.
- હવે આ ગ્રુપમાં તમે અને બીજા જેને તમે એડ કર્યા છે તે સામેલ હશે.
- આ ગ્રુપનુ નામ તમે ડ્રાફટ અથવા ડાયરી અથવા કંઈપણ રાખી શકો છો.
- તમે ઈચ્છો તો બીજા મેંબરને ગ્રુપમાંથી હટાવી શકો છો. જે બાદ પણ તમે ગ્રુપમાં રહેશો અને તેમાં તમે એકલા જ મેમ્બર હશો.
- અંહિ તમારે જે પણ વસ્તુ નોટ કરવી છે તે આ ગ્રુપમાં કરી શકો છો.
- તેમાં તમારો મેસેજ ન કોઈ અન્ય વ્યક્તિ વાંચી શકશે અને ન તો તમે મેસેજ અથવા દસ્તોવેજથી અન્ય કોઈને નડતરરૂપ થશો.
- તમે આ ગ્રુપને પર્સનલ ડાયરીની રીતે વાપરી શકો છો. અંહિ તમે મેસેજ, લિસ્ટ અથવા કોઈપણ વસ્તુને સેવ કરી શકો છો.
- તમે ઑફિસ અથવા કોઈપણ પર્સનલ દસ્તાવેજને આ ગ્રુપમાં શેર કરી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31