Last Updated on March 10, 2021 by
પૂર્વિય અને દક્ષિણ પૂર્વિય રેલવેની ઝોનલ ઓફિસ ધરાવતા સ્ટ્રેન્ડ રોડ પરની એક બહુમાળી ન્યુ કોઇલાઘાટ ઇમારતમાં આગ લાગતાં ઓછમાં ઓછા નવ જણા માર્યા ગયા હતા, એમ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું. સમાચાર જાણ્યા પછી વડા પ્રધાન મોદીએ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારને રૂપિયા દસ દસ લાખની વળતર અને એક જણાને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.
ઉપરાંત ઘાયલોને પણ તબીબી સહાય પેટે રૂપિયા પચાસ પચાસ હજાર આપવાની જાહેરાત કરી હતી. માર્યા ગયેલાઓમાં ચાર ફાયર ફાઇટર, એક સહાયક સબ ઇન્સપેકટર અને રેલવે પોલીસ ફોર્સના એક જવાનનો સમાવેશ થતો હતો.દરમિયાન રેલવે મંત્રી પીયુષ ગોયલે કોલકાતામાં લાગેલી આગની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી હતી જે ક્યા સંજોગોમાં આગ લાગી હતી તેના કારણોની તપાસ કરશે.ન્યુકોઇલાઘાટ ઇમારતના 13માં માળે લાગેલી આગ સાંજે બુઝાવી દેવામાં આવી હતી.
બંગાળના મંત્રી સુજીત બાસુએ કહ્યું હતું કે શહેરના મધ્ય ભાગમાં આવેલી ઇમારતમાં માર્યા ગયેલાઓને રાજ્ય સરકાર દરેકને રૂપિયા દસ દસ લાખ વળતર આપશે.ઉપરાંત તેમના પરિવારમાંથી ગમે તે એકને સરકારી નોકરી પણ આપશે. સવારે આશરે સાડા છ વાગે આગ ફાટી નીકળી હતી.
આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફલોરમાં કોમ્પ્યુટરાઇઝ્ડ ટિકિટ બુકી વિન્ડો પણ છે. નવી દિલ્હીમાં રેલવે મંત્રી ગોયલે કહ્યું હતું કે ‘કોલકાતાની રેલવેની ઇમારતમાં માર્યા ગયેલા ચાર ફાયર ફાઇટર, બે રેલવે કર્મચારીઓ અને પોલીસના પરિવારને અમારી સહાનૂભૂતી અને આશ્વાસન. રેલવેના જનરલ મેનેજર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તમામ સબંધીત લોકોને શક્ય એટલી મદદ કરવા અમે કટિબધ્ધ છીએ’. તેમણે વધુમાં કહ્યું હતું કે રેલવે વિભાગના ચાર અગ્ર અધિકારીઓ સહિતના અધિકારીઓ આગ ક્યા કારણોસર લાગી તેની તપાસ કરશે. બંગાળના ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ મંત્રી સુજીત બાસુએ કહ્યું હતું કે આગમાં માર્યા ગયેલા સાતમા વ્યક્તિની ઓળખ કરવાની બાકી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31