Last Updated on March 10, 2021 by
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)પોતાના વેન્ડર મોબાઈલ એપ્લીકેશનને લોન્ચ કરવા જઈ રહી છે. ‘ભારત ઈ માર્કેટ’ (BharatEmarket)પૂર્ણ રૂપથી એક ક્રાંતિકારી ફિઝિટલ મોડલ છે. જેમાં ઓફલાઇન રિટેલ અને આધુનિક ડિજિટલ તકનીકનું સરસ સંયોજન છે. તે ફક્ત વેપારીઓનું, વેપારીઓ દ્વારા અને વેપારીઓ અને ગ્રાહકો માટે જ બનાવવામાં આવ્યું છે. સીએટી અનુસાર, આ નિર્ણય વિદેશી ઇ-પોર્ટલના કથિત ગેરકાયદેસર અને અનૈતિક વર્તન અને તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને ભારતીય સ્પર્ધા પંચ દ્વારા ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
હકીકતમાં, કેટ ભારતની સૌથી મોટુ વ્યાપારી સંગઠન છે. જે 40 હજારથી વધારે વ્યાપારિક એસોસિએશનના માધ્યમથી 8 કરોડ વ્યાપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. કેટએ કહ્યુ કે, તેના પોર્ટલના ગ્રાહકો ઓનબોર્ડિંગ એપ્લીકેશનને પણ ટૂંક સમયમાં જ લોન્ચ કરશે.
Bharat E market બનશે દુનિયાનું સૌથી મોટુ માર્કેટ
કેટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ભારત ઇ-માર્કેટ કે જે સંપૂર્ણ રીતે ભારતીય છે અને આ સ્વદેશી પોર્ટલ વિદેશી મલ્ટિનેશનલ જાયન્ટ્સ સાથે નૈતિક રીતે સ્પર્ધા કરવા માટે ભારતના 8 વેપારીઓને સમાન સ્તરનું પ્લેટફોર્મ પ્રદાન કરશે. ભારત ઇ-માર્કેટ એક અનોખું ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે જ્યાં વેપારીઓને હવે તેમના જૂના સ્થાપિત ગ્રાહકોને ડિજિટલી સેવા આપવાની તક મળશે, જેની સાથે તેઓ વર્ષોથી વ્યવસાય કરે છે.
Bharat E marketનું લક્ષ્ય 31 ડિસેમ્બર, 2021 સુધી ઓછામાં ઓછા 7 લાખ વેપારીઓને ઓન બોર્ડ કરવા અને 31 ડિસેમ્બર 2023 સુઘી 1 કરોડ વેપારીઓને જોડીને ચીનના અલીબાબાને પછાડીને તેને દુનિયાનુ સૌથી મોટુ માર્કેટ બનાવવાનો છે. જેમાં લગભગ 80 લાખ વેપારીઓ સામેલ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31