Last Updated on March 9, 2021 by
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં મતદાનમાં હવે થોડા દિવસ જ બાકી છે, ત્યારે ચૂંટણી પંચે રાજ્યના પ્રશાસનમાં મોટા ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ડીજીપી વીરેન્દ્રનું ટ્રાંસફર કરી દીધુ છે. તેમની જગ્યાએ પી. નીરજ નયનને નવા ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો હતો કે, વિરેન્દ્રને ચૂંટણી સંબંધિત કોઈ જવાબદારી આપવામાં આવે નહીં.
Election Commission transfers West Bengal DGP Virendra, posts IPS P. Nirajnayan in his place pic.twitter.com/zjlu0dpYn8
— ANI (@ANI) March 9, 2021
તાત્કાલિક ધોરણે આદેશ લાગૂ કરવા સૂચન અપાયું
ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવાયુ છે કે, રાજ્યની ચૂંટણી તૈયારીઓની સ્થિતીની સમીક્ષા બાદ ચૂંટણી પંચે પી. નીરજ નયનને પશ્ચિમ બંગાળના ડાયરેક્ટર જનરલ અને આઈજીપી વીરેન્દ્રની જગ્યાએ તત્કાલ પ્રભાવથી તૈનાત કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે આ આદેશ તાત્કાલિક ધોરણે લાગૂ કરવાનો હુકમ આપ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમા ચીફ સેક્રેટરી પશ્ચિમ બંગાળને આ આદેશ લાગૂ કરવા જાણકારી આપવામાં આવી છે.
આ ઉપરાંત ચૂંટણી પંચે સીબીડીટીને પણ નિર્દેશ આપ્યા છે કે, તમિલનાડૂમાં સેવા આપી રહેલા આઈઆરએસ અધિકારી કેજી અરુણ રાજને ટ્રાંસફર કરી તાત્કાલિક ધોરણે સીબીડીટી મુખ્યાલયમાં મોકલી દેવામાં આવે. આ અગાઉ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં તમામ મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે. અને ત્યાં કેન્દ્રીય દળોની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31