GSTV
Gujarat Government Advertisement

PHOTO: કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરી દેખાશે રૂપેરી પડદે, બોલિવૂડમાં કરી રહી છે ડેબ્યૂ

Last Updated on March 9, 2021 by

કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરી આરૂષિ નિશંકે બોલિવૂડમાં એન્ટ્રી મારી છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ તારિણીમાં જોવા મળશે. આ ફિલ્મ નેવીની એ છ મહિલા અધિકારીઓની કહાની છે, જે સમુદ્રી માર્ગથી દુનિયાની સફરે નિકળી છે. પોતાના આ બુલંદ પગલાના કારણે આ ઈતિહાસમાં તેમનું નામ નોંધાઈ ગયુ છે. 8 માર્ચ એટલે કે મહિલા દિવસે તે ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યુ છે.

આરુષિ નિશંકે ખુદ ઈંસ્ટાગ્રામ પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. જણાવી દઈએ કે, આરૂષિ નિશંક સમાજ સેવિકા તરીકે સારી એવી ઓળખાણ મેળવી ચુકી છે.

આરૂષિને ગંગા બચાવો અભિયાન માટે ઈંટરનેશલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. ત્યારે હવે તે મોટા પડદે ડગલુ માંડવા જઈ રહી છે.

કોવિડ મહામારીના સમયમાં પણ આરૂષિએ સતત લોકોને જાગૃત કરવાનું કામ કર્યુ છે. સોશિયલ મીડિયા પર તેના સારા એવા ફેન ફોલોઈંગ છે.

આરૂષિ ઈંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટા ભાગે તે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. ઈંસ્ટાગ્રામ પર આરૂષિના 13 હજારથી વધારે લોકો તેને ફોલો કરે છે.

આરૂષિની ડેબ્યૂ ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મ ભારતીય નૌસેનાની જાંબાજ મહિલા અધિકારી પ્રતિભા જામવાલ, વર્તિકા જોશી, પી. સ્વાતી, એસ વિજયા, એશ્વર્યા અને પાયલ ગુપ્તા પર બની રહી છે.

આ બહાદુર મહિલાઓ 19 સપ્ટેમ્બર 2017ના રોજ ભારતીય નૌસેનાના જહાજ આઈએનએલ તારિણી પર સવાર થઈને દુનિયાની સફરે નિકળી હતી. તે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા થઈને 19 મે 2018ના રોજ ગોવા પહોંચી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો