GSTV
Gujarat Government Advertisement

સરકારનો મોટો ખુલાસો/ દેશમાં 230 VIP ને મળે છે કેન્દ્ર સરકારની Z+, Z અને Y કેટેગરીની સુરક્ષા, શું હોય છે X, Y, Z અને Z Plus સુરક્ષા કેટેગરી

Last Updated on March 9, 2021 by

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી કિશન રેડ્ડીએ મંગળવારે જણાવ્યું કે દેશમાં 230 લોકોને CRPF અને CISF જેવા કૈન્દ્રીય અર્ધલશ્કરી દળો દ્વારા ઝેડ પ્લસ, ઝેડ, અને વાય કેટેગરની સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે, રેડ્ડીએ લોકસભામાં એક પ્રશ્નનાં જવાબમાં લેખિત ઉત્તરમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું, ‘સુરક્ષા પ્રાપ્ત લોકોની કેન્દ્રીય યાદીમાં શામેલ વ્યક્તિઓ પર સંભવિત જોખમ વિશે કેન્દ્રીય એજન્સીઓનાં આકારણીના આધારે સમયાંતરે સુરક્ષા આપવામાં આવે છે અને સમીક્ષા કરવામાં આવે છે. આવી સમીક્ષાના આધારે, સુરક્ષા કવચ ચાલુ રાખવાનો, પાછો ખેંચવાનો અથવા સુધારવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે.’

મંત્રીએ કહ્યું કે હાલમાં આ કેન્દ્રિય યાદીમાં 230 લોકોનાં નામ શામેલ છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે આ લોકોની સલામતી પાછળનો ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે. જો કે, તેમણે આવા લોકોની સલામતી પાછળ ખર્ચ કરવામાં આવેલી કુલ રકમ વિશે માહિતી આપી નથી.

X સ્તરની સુરક્ષા વ્યવસ્થા


એક્સ લેવલ સિક્યુરિટી સિસ્ટમ ફક્ત 2 સુરક્ષા કર્મીઓ હોય છે જેમાં કમાન્ડોનો સમાવેશ હોતો નથી. આ સુરક્ષા મૂળભૂત સુરક્ષા છે અને તેમાં પીએસઓ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) પણ છે.

Y સ્તરની સુરક્ષા વ્યવસ્થા


દેશના વીઆઈપી લોકો વાય લેવલ સિક્યુરિટી સિસ્ટમ હેઠળ આવે છે, જેમને આ હેઠળ 11 સુરક્ષા જવાનો મળ્યા છે. તેમાં 1 અથવા 2 કમાન્ડો અને 2 પીએસઓ પણ શામેલ છે. આ સુરક્ષા વ્યવસ્થા પણ જડબેસલાક ગણાય છે.

Z સ્તરની સુરક્ષા વ્યવસ્થા


ઝેડ લેવલ સિક્યુરિટીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) ના 4 અથવા 5 કમાન્ડર સહિત 22 સુરક્ષા કર્મીઓ હોય છે. દિલ્હી પોલીસ અથવા સીઆરપીએફ દ્વારા સુરક્ષા અપાય છે. સુરક્ષામાં એક એસ્કોર્ટ કાર પણ શામેલ છે. કમાન્ડોઝ તમામ મશીનગન અને સંચારના આધુનિક માધ્યમોથી સજ્જ હોવાની સાથે માર્શલ આર્ટ્સની તાલીમ લીધેલા હોય છે. આ સૌથી સ્ટ્રોન્ગ સુરક્ષા વ્યવસ્થામાંની એક છે.

Z Plus સ્તરની સુરક્ષા વ્યવસ્થા


ઝેડ પ્લસ કેટેગરી સ્તરની સુરક્ષામાં 36 સુરક્ષા કર્મીઓ હોય છે. જેમાં એનએસજીના 10 કમાન્ડો પણ હોય છે. આ સુરક્ષા પ્રણાલીને બીજી એસપીજી કેટેગરી પણ કહેવામાં આવે છે અને આ કમાન્ડોઝ અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે, તેમની પાસે નવીનતમ ગેજેટ્સ અને ઉપકરણો છે. પ્રથમ તબક્કાની સુરક્ષા માટે એનએસજી જવાબદાર હોય છે, બીજા સ્તરે એસપીજી અધિકારીઓ હોઈ છે અને એમની સાથે આઇટીબીપી અને સીઆરપીએફના જવાનો હોય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો