Last Updated on March 9, 2021 by
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ એક બેરોજગાર વ્યક્તિએ તેના માતાપિતા સામે આજીવન ગુજારો ચલાવવા પૈસા આપવા માટે કેસ કર્યો છે. 41 વર્ષનો ફૈઝ સિદ્દીકી એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી સ્નાતક છે અને લાંબા સમયથી બેકાર છે. તેનો દાવો છે કે તે સંપૂર્ણ રીતે પોતાના અમીર માબાપ પર નિર્ભર છે. ફૈઝે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેણે તેના માતાપિતા પર કેસ કર્યો છે, અને માંગ કરી છે કે તેઓ તેને જીવનભર રખરખાવ -જાળવણી ખર્ચ આપે છે. ફૈજના માતાપિતા દુબઈમાં રહે છે. ફૈઝ લંડનમાં તેના ફ્લેટમાં રહે છે. ફૈઝ 20 વર્ષથી ભાડુ ચૂકવ્યા વિના તેમાં રહે છે. આ ફ્લેટ લંડનના હાઇડપાર્ક સ્થિત છે, જેની કિંમત 1 મિલિયનથી વધુ છે.
તેઓ દર મહિને ખર્ચ માટે આપે છે 2 લાખ રૂપિયા
ફૈજના માતાપિતા વૃદ્ધ થયા છે. તેની માતા 69 વર્ષ અને પિતા 71 વર્ષના છે. હાલના સમયે તે દર અઠવાડિયે ખર્ચ માટે 400 પાઉન્ડ અર્થાત 40 હજાર રૂપિયા ફૈઝને પહોંચાડે છે. ફૈઝ તેના માતાપિતા પાસેથી દર મહિને દોઢ લાખ રૂપિયા જેટલા લે છે. ફૈઝને પૈસા મોકલવા ઉપરાંત તેના બીલ પણ ચૂકવે છે. પરસ્પરના તનાવ અને ઝઘડાને કારણે માતા-પિતાએ તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો હોવાથી ફૈઝે તેના માતાપિતા સામે કેસ કર્યો છે.
‘હ્યુમન રાઇટ્સ ઉલ્લંઘન’ દાવો
ફૈઝ સિદ્દીકીનો દાવો છે કે તે આજીવન તેના માતાપિતા તરફથી આર્થિક સહાય મેળવવા માટે હકદાર છે કારણ કે નાનપણથી જ તેની ‘નબળી તબિયત’ ના કારણે તેની કારકિર્દી અને જીંદગીને મોટું નુકસાન થયું છે. તેનું કહેવું છે કે જો તેના માબાપ તેને આર્થિક સહયોગ નહીં આપે તો તે ‘માનવાધિકાર ભંગ’ ની ઘટના ગણાશે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 1 મિલિયન પાઉન્ડની માંગ કરવામાં આવી હતી
ફૈજના માતાપિતાના વકીલ જસ્ટિન વર્ષાએ જણાવ્યું હતું કે તે લાંબા સમયથી તેના પુત્રને આર્થિક સહાય પૂરી પાડે છે, પરંતુ હવે તે આવું કરવા માંગતા નથી. ફૈઝ અગાઉ પણ પૈસાની માંગ માટે દાવાઓ કરી ચૂક્યો છે. 2018 માં, તેણે તેની પોતાની ઓક્સફર્ડ યુનિવર્સિટી સામે કેસ કર્યો અને 1 મિલિયન પાઉન્ડની માંગ કરી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણતરનું ધોરણ સારું નથી જેના કારણે તેને નુકસાન સહન કરવું પડ્યું હતું અને તેઓ કોઈ સારી લો કોલેજમાં પ્રવેશ લઈ શક્યા ન હતા. કોર્ટે ફૈઝના કેસને ફગાવી દીધો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31