Last Updated on March 9, 2021 by
ચાલુ નાણાંકીય વર્ષમાં બેંકોએ ડિસેમ્બર ક્વાર્ટર સુધી 1.1.5 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી રહી છે એટલે કે આટલા રકમની લોન જતી કરી છે. આ માહિતી બજેટ સેશનમાં રાજ્યકક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં આપી છે. ગત વર્ષ પૂર્વેની 1.20 લાખ કરોડ રૂપિયાની લોનની માંડવાળની તુલનામાં ચાલુ વર્ષે રાઇટ-ઓફરની રકમ થોડીક ઓછી છે.
ત્રણ વર્ષમાં 5.85 લાખ કરોડની માંડવાળ
ભારતીય બેન્કિંગ સેક્ટર ઉંચી એનપીઓ અને લોન ડિફોલ્ટની સમસ્યાથી પીડિત છે. ભારતીય બેન્કોએ છેલ્લા ત્રણ વર્ષમાં 5.85 લાખ કરોડ રૂપિયાની લોનની માંડવાળ કરી છે. જેમાં નાણાંકીય વર્ષ 2019 અને વર્ષ 2020 દરમિયાન બેન્કોએ અનુક્રમે 2,36,265 કરોડ રૂપિયા અને 2,34,170 કરોડ રૂપિયાની લોન જતી કરી છે. તો ચાલુ નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ નવ મહિનામાં બેન્કોએ 1,15,038 કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી છે. આમ કુલ આંકડો ત્રણના સમયગાળામાં બેન્કો દ્વારા લોન માંડવાળનો આંકડો રૂપિયા 5.85 લાખ કરોડે પહોંચ્યો છે.
ડિફોલ્ટરો પાસેથી રિકવરી ચાલુ રહેશે
અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, રાઇટ-ઓફ લોન પરત ચૂકવણી માટે બંધનકર્તા રહેશે અને બેન્કો દ્વારા લોન રિકવરીની પ્રક્રિયા ચાલુ રહેશે. રાઇટ ઓફથી લોનધારકને કોઇ ફાયદો થશે નહીં. રિઝર્વ બેન્કના આંકડાઓ મુજબ કોમર્શિયલ બેન્કએ 2018-19માં 2.36 લાખ કરોડ રૂપિયા, 2019-20મા 2.34 લાખ કરોડ રૂપિયા અને 2020-21ના પ્રથમ નવ મહિનામાં 1.15 લાખ કરોડ રૂપિયાની લોનની રાઇટ-ઓફ કરી હતી. અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ખોટી રીતે આપવામાં આવી લોન પર પ્રતિબંધ મૂકવા ઢગલાબંધ પગલાં લેવાયા છે. આવા પ્રકારની પ્રવૃત્તિ રોકવા માટે 27 લોન આપતી એપ્લિકેશનને બ્લોક કરવામાં આવી છે.
SBIએ સૌથી વધુ લોનની માંડવાળી કરી
દેશમાં સૌથી વધારે લોનની માંડવાળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ કરી છે. એસબીઆઇ એ ચાલુ નાણાંકીય વર્ષ 2020માં 52,362 કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી છે. ખાનગી બેન્કોમાં સૌથી વધારે લોન માંડવાળી ICICI બેન્કે કરી છે. તેણે 10,942 કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી છે.
RBIની નીતિઓ અને બેન્કના બોર્ડ દ્વારા મંજૂરીઓ
રિઝર્વ બેન્કના રિપોર્ટ મુજબ બેન્કોનો ગ્રોસ એનપીએ માર્ચ-2019માં 9.1 ટકા હતી જે માર્ચ 2020માં 8.2 ટકા છે. તેમાં મોટાભાગનો હિસ્સો આવા પ્રકારના રાઇટ-ઓફનો રહ્યો છે. નિયમાનુસાર એવા ધિરાણને રાઇટ-ઓફ કરવામાં આવે છે જે RBIની નીતિઓ અને બેન્કના બોર્ડ દ્વારા મંજૂરીઓ અનુસાર છે. આ એવી લોન છે જે એનપીઓ હોય છે અને તેમનુ સંપૂર્ણ પ્રોવિઝન થયેલું હોય છે. આવી લોનને બેલેન્સશીટમાંથી બહાર કરી દેવાયા છે. બેન્ક ત્યારબાદ તેની પર નજર રાખતી રહે છે અને રિકવરીના પ્રયત્નો કરે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31