GSTV
Gujarat Government Advertisement

ના હોય/ 1 કિલો આદું વેચાઈ રહ્યું છે 1 હજાર રૂપિયાના ભાવે, આ દેશમાં મોંઘવારીએ માઝા મુકતાં લોકોના રસોડા ઘેરાયા સંકટમાં

Last Updated on March 9, 2021 by

પાકિસ્તાનમાં મોંઘવારી- ફુગાવો ચરમસીમાએ પહોંચતા લોકો ત્રસ્ત છે. ચિકન અને માંસની કિંમતોમાં અચાનક વધારો થયો છે, જેના કારણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન લોકોના નિશાના પર છે. પાકિસ્તાનમાં ચિકન અને માંસ સિવાય ઇંડા અને આદુંના ભાવ પણ આકાશને સ્પર્શી રહ્યા છે. પાકિસ્તાનના રાવલપિંડીમાં ઇંડાના ભાવ રૂ. 350 પ્રતિ ડઝનના થઈ ગયા છે. તો એક કિલો આદુ અહીં 1000 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.

પાકિસ્તાન પહેલાથી જ લોટની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું

પાકિસ્તાન પહેલાથી જ લોટની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે અને હવે રસોડામાં અન્ય ચીજોનો વારો આવે છે. પાકિસ્તાનના ખાનગી ન્યૂઝ રિપોર્ટ મુજબ કરાચીમાં જીવંત મરઘાની કિંમત 37૦ રૂપિયા પ્રતિ કિલો અને માંસનો ભાવ પ્રતિ કિલો રૂ.5૦૦ થઈ ચૂક્યો છે. લાહોરમાં ચિકનનો ભાવ પ્રતિ કિલો 365 રૂપિયા બતાવાઈ રહ્યો છે. લોકો આ મોંઘવારી અંગે ગુસ્સે છે.

બહારથી માલની આયાત કરવાનું વિચારવું

કરાચીના વેચનારાઓને ટાંકીને મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ કિંમતોમાં એટલા માટે વધારો થયો છે કારણ કે કાચા માલ અને ઘાસચારાના ભાવમાં આશ્ચર્યજનક વૃદ્ધિ નોંધાઈ છે, જેના કારણે પોલ્ટ્રી ફાર્મિંગ કરનારાઓને વધુ ખર્ચ કરવો પડે છે. વેચનાર સંઘ દાવો કરે છે કે મીટ- માંસના ભાવમાં થોડા દિવસોમાં ઘટાડો નોંધાશે. તે જ સમયે ઘણા પોલ્ટ્રી ઉત્પાદક સંગઠનો બહારથી માલ આયાત કરવાની યોજના બનાવી રહ્યા છે.

પાકિસ્તાનમાં ગેસની અછત

ગત દિવસોમાં જ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાંથી ભ્રષ્ટાચારની ફરિયાદો મળ્યા બાદ ઈમરાન ખાને ફુગાવાને અંકુશમાં લેવા માટે બજાર સમિતિઓનું વિસર્જન કર્યું હતું. માંસ અને શાકભાજી ઉપરાંત, પાકિસ્તાનમાં લોકોને ગેસની અછતનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 2021 ની શરૂઆતથી પાડોશી દેશમાં ગેસના ગંભીર સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનને ગેસ સપ્લાય કરનારી સુઈ નોર્ધનને દરરોજ 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ ગેસની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણોસર, કંપનીએ પાકિસ્તાનને પૂરા પાડવામાં આવતા ગેસ પર રોક – પ્રતિબંધ લગાવી દીધો છે.

શેરડીના ભાવ પર પીઠ થપથપાવે છે ઈમરાન સરકાર

આવી સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે વડા પ્રધાન ઇમરાનખાન આ સમસ્યાઓ અંગે કેટલા ગંભીર છે. ગત દિવસોમાં ઇમરાન ખાને ટ્વિટ કર્યું હતું કે પાકિસ્તાનમાં ખાંડનું વેચાણ 81 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. આ તેમની સરકારની મોટી સફળતા છે. તેમની નીતિઓને પગલે ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 102થી ઘટીને રૂપિયા 81 પર આવી ગયો છે. હવે વિચારો મોંઘવારી અને અછત સાથે સંઘર્ષ કરી રહેલા દેશના પ્રધાનમંત્રી ખાંડના ભાવ પર પોતાની પીઠ થપથપાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો