Last Updated on March 9, 2021 by
કંપનીઓમાં હાલ નાઈટ શિફ્ટ્સમાં કામ કરવાનુ ચલણ ખૂબ વધી ગયુ છે. કેટલીય કંપનીઓ જે 24 કલાક ચાલતી હોય છે, તેના કારણે અલગ અલગ શિફ્ટમાં કામ ચાલુ રાખે છે. આ વાત પર પહેલા પણ રિસર્ચ થઈ ગયુ છે કે, રાતના સમયે કામ કરવાથી તબિયત ખરાબ થઈ શકે છે. હાલમાં જ થયેલા એક નવા સંશોધનમાં એ વાતનો ખુલાસો થયો છે કે, જે લોકો રાતની શિફ્ટ્સમાં કામ કરતા હોય છે. તે લોકોને કેન્સરનો ખતરો વધી જાય છે.
નવા સંશોધનમાં થયો ખુલાસો
વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તાએ કહ્યુ હતુ કે, જે લોકો રાતની શિફ્ટમાં કામ કરતા હોય છે, તેને સામાન્ય શિફ્ટ કરતા લોકોની સરખામણીએ અલગ અલગ પ્રકારના કેન્સર થવાનું જોખમ ખૂબ વધારે છે. સ્ટડીમાં એ વાત સામે આવી છે કે, શરીર 24 કલાક રિધમમાં કામ કરે છે. આ દરમિયાન કેન્સર સાથે જોડાયેલા અમુક જિન્સ એક્ટિવીટીમાં ખલેલ ઉત્પન્ન કરે છે. જેના કારણે નાઈટ શિફ્ટમાં કામ કરતા લોકોના ડીએનએ ડેમેજ પ્રત્યે સેંસ્ટિવ થઈ જતાં હોય છે. આ સાથે જ ડીએનએ ડૈમેજને રિપેર કરતું તંત્ર પણ યોગ્ય રીતે કામ કરી શકતુ નથી.
હજૂ સંશોધન બાકી, કઈ રીતે આ લોકોને બચાવી શકાય
આ સ્ટડીને પાઈનિયલ રિસર્ચના જર્નલમાં ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યુ છે. આ સંશોધનમાં લૈબ એક્સપેરિમેંટ્સ થયા હતા. જેમાં સ્વસ્થ ઉમેદવારો શામેલ કરવામાં આવ્યા હતા. આ તમામને સિમુલેટેડ નાઈટ શિફ્ટ આપવામાં આવી. જો કે, સંશોધન કર્તાનું કહેવુ છે કે, હજૂ વધારે શોધ કરવાની જરૂર છે, કે નાઈટ શિફ્ટમાં કામ કરતા લોકોને કેન્સરથી કઈ રીતે બચાવી શકાય, તેના માટે શું કરી શકાય.
રાતની શિફ્ટમાં કામ કરતા લોકોને વધારે ખતરો
WSU કોલેજ ઓફ ફાર્મસી એન્ડ ફાર્માસુટિકલ સાઈંસેઝના એસોસિએટ પ્રોફેસર અને આ સ્ટડીના ઓથર શોભન ગડ્ડામીધી કહે છે કે, આ વાતના પુરાવા મળે છે કે, રાતની શિફ્ટમાં કામ કરતા લોકોમાં કેન્સરનો ખતરો વધારે હોય છે. જેના કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ઈંટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે નાઈટ શિફઅટમાં કામ કરતા લોકોને સંભવિત કાર્સિનોઝેનિક એટલે કે, Carcinogenic તરીકે વર્ગીકૃત કર્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31