Last Updated on March 9, 2021 by
કેન્દ્ર સરકારે કોરોના સંકટને જોતા સરકારી કર્મચારીઓના પેન્શન અને મોંઘવારી ભથ્થુ અટકાવી દીધુ હતું. ત્યારે હવે આ અટકાયેલા ભથ્થાના ત્રણ હપ્તા ટૂંક સમયમાં જ જમા કરાવશે. નાણામંત્રાલય દ્વારા મંગળવારે વિશ્વાસ અપાવામાં આવ્યો છે કે ,કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના રોકાયેલા ત્રણ હપ્તાને ટૂંક સમયમાં જ આપી દેવામાં આવશે. સાથે જ જણાવ્યુ છે કે, 1 જૂલાઈ 2021થી લાગૂ થતાં દર સાથે તેનું ચુકવણુ થશે.
કેન્દ્ર સરકારે ડીએ અને ડીઆરના હપ્તા રોકીને બચાવ્યા 37,430 કરોડ રૂપિયા
નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે કોરોના સંકટને જોતા રોકી રાખેલા ભથ્થાને કારણે 37,430.08 કરોડ રૂપિયાની બચત થઈ છે. જેનો ઉપયોગ મહામારીને નાથવા માટે કરવામા આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થા 1 જાન્યુઆરી 2020,1 જૂલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021નો હપ્તો રોકી રાખ્યો હતો. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આપવામાં આવે છે. કેબિનેટે તેમાં 4 ટકાનો વધારો કરીને મંજૂરી આપી દીધી છે. તેમાં પણ મોંઘવારી ભથ્થુ 21 ટકા થઈ જશે. જે 1 જૂલાઈથી લાગૂ થઈ જશે.
50 લાખ કર્મચારી અને 61 લાખ પેન્શનધારકોને થશે લાભ
નાણામંત્રાલયે કોરોના સંકટને જોતા એપ્રિલ 2020માં કેન્દ્ર સરકારે 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનધારકોના મોંઘવારી ભથ્થા જૂલાઈ 2021 સુધી રોકી રાખવાનો નિર્ણય લીધો હતો. નાણામંત્રાલયે એક મેમોમાં કહ્યુ હતું કે, કોરોનાને ધ્યાને રાખીને 1 જાન્યુઆરી 2020થી અટકાયેલા કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થા રાહતના વધારાવા હપ્તનું ચુકવણુ કરવામાં આશે નહીં. તો વળી 1 જૂલાઈ 2020 અને 1 જાન્યુઆી 2021ની વધારાના હપ્તાનું ચુકવણુ પણ થશે નહીં. જો કે, હાલમાં જે દર છે, તે અને તેના પર ડીએ અને ડીઆરનું ચુકવણુ થતું રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31