Last Updated on March 9, 2021 by
ચાણક્યની ચાણક્ય નીતિની લોકપ્રિયતાનું એક સૌથી મોટું કારણ એ છે કે આજના યુગમાં, તે વ્યક્તિને કંઈક કરવા અને સફળ બનવા પ્રેરે છે. ચાણક્યની ગણતરી ભારતના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. ચાણક્ય પોતે એક યોગ્ય શિક્ષક હતા અને તેમનો સંબંધ તે સમયની વિશ્વવિખ્યાત તક્ષશિલા યુનિવર્સિટી સાથે હતો.
ચાણક્યને આચાર્ય ચાણક્ય પણ કહેવામાં આવે છે. ચાણક્યએ તેમના જીવનમાં ઘણા વિષયોનો અભ્યાસ કર્યો. ચાણક્યને અર્થશાસ્ત્રના જ્ઞાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાણક્યએ અર્થશાસ્ત્રનો ખૂબ ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ સાથે ચાણક્યને કૂટનીતિ શાસ્ત્ર, રાજકીય શાસ્ત્ર, સૈન્ય શાસ્ત્ર અને સમાજશાસ્ત્રનું પણ સારું જ્ઞાન હતું.
આચાર્ય ચાણક્ય પોતાના જ્ઞાન અને અનુભવથી જે પણ શીખ્યા અને સમજ્યા છે, તે તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં નોંધ્યું છે. મોટી સંખ્યામાં લોકો આજે પણ ચાણક્યની ચાણક્યની નીતિનો અભ્યાસ કરે છે અને તેમના જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયાસ કરે છે. ચાલો આપણે જાણીએ કે આચાર્ય ચાણક્યની ચાણક્ય નીતિ જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે શું કહે છે-
સમસ્યાથી ડરી જતાં લોકોને નથી મળતી સફળતા
ચાણક્યના કહેવા મુજબ , જે લોકોને મુશ્કેલી આવે છે ત્યારે ડર લાગે છે અને પોતાની ધીરજ ગુમાવી બેસે છે. આવા લોકોને ક્યારેય સફળતા મળતી નથી. બીજી બાજુ, જે લોકો પુરી હિંમતથી સમસ્યાનો સામનો કરે છે અને તેને એક પડકાર તરીકે હલ કરવાનો પ્રયાસ કરે છે, તેવા લોકોને સફળ થવામાં કોઈ રોકી શકતું નથી.
સમસ્યાઓને તમારા પર હાવી ન થવા દો
ચાણક્ય મુજબ મુશ્કેલીઓને ક્યારેય પોતાના પર હાવી ન થવા દેવી જોઈએ. જે કાર્યસ્થળે સમસ્યાઓ જણાવનારા વધુ હોય, તે કાર્યસ્થળમાં કોઈ પ્રગતિ નથી, પરંતુ જ્યાં સમસ્યાઓનું નિવારણ આપનારા લોકોની સંખ્યા વધુ છે, માતા લક્ષ્મીની કૃપા હંમેશા તે કાર્યસ્થળ પર રહે છે.
નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહો
ચાણક્ય અનુસાર સફળતામાં સકારાત્મક વિચારોનો એક મહત્વપૂર્ણ ફાળો હોય છે, જે વ્યક્તિને હંમેશા કોઇને કોઇ સમસ્યા હોય અ તે સમસ્યાને લઇને દુખી રહે એવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતાનો સ્વાદ નથી ચાખી શકતાં. જે વ્યક્તિ સમસ્યાઓના નિવારણને લઇને હંમેશા તૈયાર રહે તેવા વ્યક્તિ સફળ થાય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31