Last Updated on March 9, 2021 by
મોદી સરકાર એ વાત ખૂબ સારી રીતે જાણે છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈને જનતામાં ખૂબ ગુસ્સો છે. ચૂંટણીમાં ભાજપ માટે આ મુદ્દો ખૂબ ભારે પડી શકે છે. આજ કારણ છે કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી જેવી નજીક આવી કે, પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં દરરોજ થતો વધારો અટકી ગયો છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સરકાર સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે તેલ કંપનીઓને કહ્યુ છે કે, થોડા સમય માટે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો ન કરો.
રાજકીય દબાણના કારણે ભાવ નહીં વધે
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રાજકીય દબાણના કારણે તેલ કંપનીઓએ રોજ વધતા ભાવો પર હાલમાં અંકુશ બનાવી રાખ્યો છે. આ જ કારણે થોડા સમય માટે સામાન્ય જનતાને રાહત મળી છે. જે રીતે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવો વધી રહ્યા હતા, તેનાથી લોકોના મનમાં સરકાર પ્રત્યે નારાજગી વધી રહી હતી. જો કે, અમુક રાજ્યોએ ટેક્સ ઘટાડીને અસંતોષ ઓછો કરવાનો થોડો પ્રયત્ન ચોક્કસ કર્યો છે. જો કે, જે રીતે ઘટાડો કર્યો છે, તેમાં જ કંઈ ખાસ રાહત મળતી દેખાતી નથી.
સોનિયા ગાંધીએ પણ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
અહીં ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ પૈદાશની કિંમતોને લઈને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. સોનિયા ગાંધીએ સરકારને રાજધર્મની યાદ અપાવતા આ ભાવો ઓછા કરવા કહ્યુ હતું. તો વળી બીજી બાજૂ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ભાવો પાછલ તેલ ઉત્પાદન કરતા દેશોને જવાબદાર ગણાવ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31