Last Updated on March 9, 2021 by
કાકડી માત્ર તમારા શરીરને જ સ્વસ્થ રાખવાનું કામ નથી કરતુ પરંતુ તમારી સ્કિન પણ સારી બનાવે છે. કાકડીમાં 96 ટકા પાણી હોય છે. જેથી તેને ખાવાથી શરીરમાં પાણીની કમી દૂર થાય છે. તેના સેવનથી ચેહરા પર નિખાર આવે છે. તે સ્કિનને મોશ્ચરાઈઝ રાખે છે. તે ઉપરાંત કાકડીનું ફેસપેક અથવા સાબુની રીતે ચેહરા પર ઉપયોગ કરી શકો છો.
કાકડીનો સાબુ ત્વચાને તરોતાજા, સાફ અને કોમળ બનાવે છે. સાથે જ સ્કિનની સમસ્યાઓને પણ દૂર રાખે છે. આમ તો બદારમાં તમને કાકડીનો સાબુ મળી રહે પરંતુ તેમાં વધારે માત્રામાં કેમિકલ હોય છે. જેથી તે એટલે પ્રભાવકારી નથી હોતો. તમે તેને ઘરે બનાવીને વાપરી શકો છો. અંહિ જાણો કાકડીનો સાબુ બનાવવાની રીત.
આ છે સામગ્રી
બે કાપેલી કાકડી, ગ્લિસરીન સાબુ, ત્રણ ફુદીનાના પાન અને સાબુને આકાર આપવા માટે વાટકી અથવા પેપર કપ.
આવી રીતે બનાવો સાબુ
ખીરાનો સાબુ બનાવવામ માટે સૌથી પહેલા બા કાકડી લઈને તેને સારી રીતે ધોઈ નાખો અને સાફ કરી લો. તેને નાના-નાના ટૂકડામાં કાપી મિકસરમાં પીસી લો. જે બાદ ફૂદીનાના પાનને ધોઈને તેને નાના સમારીને કાકડીની પેસ્ટમાં નાખી દો. હવે એક ગ્લિસરીન સાબુ લો. તેને છીણીને ગેસ પર પીગળાવો અને તેમાં કાકડીની પેસ્ટ નાંખો અને મિક્સ કરો. ગેસ બંધ કરો. જયારે આ મિશ્રણ ઠંદુ થઈ જાય તો તેને સાબુનો આકાર આપવા તેને વાટકી અથવા પેપરકપમાં નાખી મીશ્રણને ફ્રિઝરમાં 3-4 કલાક માટે સેટ કરવા મુકો. ત્યારબાદ સાબુને પેપરકપમાંથી બહાર કાઢી તેને વાપરી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31