Last Updated on March 9, 2021 by
વર્ષ 2021ની શરૂઆતમાં સોનુ 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર હતું, આજે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 44,300 રૂપિયા પર છે, એટલે 2 મહિના દરમિયાન સોનુ 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઇ ચૂક્યું છે. સોનાએ પહેલા બે સપ્તાહમાં 46000નો સ્તર તોડ્યો, ગયા સપ્તાહમાં 45,000નો સ્તર અને હવે 44,000ની આજુ બાજુ કારોબાર કરી રહ્યું છે. સરાફા બજારમાં સોનુ આ વર્ષે અત્યાર સુધીમાં 5700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટ્યું છે.
કાલે ભારે ઘટાડા પછી આજે MCX પર સોનાનો એપ્રિલ વાયદો સામાન્ય વધારા સાથે ખુલ્યો. હાલ આ 44,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. કાલે સોનું 460 રૂપિયાથી વધુ તૂટ્યું હતું, ગયા સપ્તાહમાં સોનુ 683 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટીને બંધ થયું હતું.
ગયા સપ્તાહમાં સોનાની ચાલ (MCX એપ્રિલ વાયદો)
સોમવાર : 45308/10ગ્રામ
મંગળવાર : 45,548/10 ગ્રામ
બુધવાર : 44,948/10 ગ્રામ
ગુરુવાર : 44,541/10 ગ્રામ
શુક્રવાર : 44,683/10 ગ્રામ
સોનુ ઉચ્ચત્તમ સ્તરથી 12,000 રૂપિયા સસ્તું
ગયા વર્ષે કોરોનાના કારણે લોકોએ સોનામાં ખુલ્લીને રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020માં MCXપર 10 ગ્રામ સોનાના ભાવ 56,191 રૂપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયું હતું. ગયા વર્ષે સોનાએ 43%નું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચત્તમ સ્તરની તુલના કરીએ તો સોનુ 25% સુધી તૂટી ચૂક્યું છે, સોનુ MCX પર 44,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે, એટલે લગભગ 12000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
સોમવારે MCX પર ચાની મે વાયદા 250 રૂપિયા પ્રતિ કિલોનો સામાન્ય વધારો હતો સાથે 65,850 રૂપિયા ઉપર બંધ થયું હતું, આજે પણ કિંમતો સામાન્ય વધારા સાથે જોવા મળી, ગયા સપ્તાહમાં ચાંદીમાં 3000 રૂપિયાથી વધુની નરમી જોવા મળી છે.
ગયા સપ્તાહમાં ચાંદીની ચાલ (MCX માર્ચ વાયદા)
સોમવાર : 67,422/કિલો
મંગળવાર : 67,339/કિલો
બુધવાર : 66,113/કિલો
ગુરુવાર : 65,476/કિલો
શુક્રવાર : 64,370/કિલો
ચાંદી પોતાના ઉચ્ચત્તમ સ્તરથી 14,000 રૂપિયા સસ્તું
ચાંદી અત્યાર સુધીના ઉચ્ચત્તર સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ હિસાબે ચાંદી પણ એમના ઉચ્ચત્તમ સ્તરે 14,000 રૂપિયા સસ્તી છે. આજે ચાંદી માર્ચ વાયદા 65,950 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યું છે.
સરાફા બજારમાં સોના-ચાંદી
સોમવારે સરાફા બજારમાં 44,519 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાયું, જયારે શુક્રવારેનો રેટ 44,516 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ જ કારણે ચાંદીના રેટ સરાફા બજારમાં કાલે 65,473 રૂપિયા હતું. સોમવારે 65,128 રૂપિયા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31