GSTV
Gujarat Government Advertisement

રાજકારણ/ બંગાળમાં ‘જય શ્રીરામ’નો નારો ગૂંજશે, સુપ્રીમમાંથી અમિત શાહ અને શુભેન્દુ અધિકારીને મળી મોટી રાહત

Last Updated on March 9, 2021 by

બંગાળ ચૂંટણીમાં ‘જય શ્રીરામ’ના નારા પર રોક લગાવવા અને આ નારા લગાવનારા પક્ષના નેતાઓ વિરુદ્ધ નામ સાથે ફરિયાદ નોંધવા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. આ અરજીમાં ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપ નેતા શુભેન્દુ અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

રેલીઓમાં ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવે છે

અરજદારે કહ્યું કે, ભાજપના નેતાઓ દ્વારા ચૂંટણી સભાઓમાં અને રેલીઓમાં ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવે છે, આ આદર્શ આચાર સંહિતા તથા જનપ્રતિનિધિ અધિનિયમ 1951 નો ભંગ છે. તેથી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામા આવે. સુપ્રીમ કોર્ટે અરજદારને આ મામલે હાઈકોર્ટમાં જવા માટે કહ્યું હતું. જ્યારે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજવા મામલે કરવામા આવેલી અરજીને પણ સુપ્રીમે ફગાવી હતી.

ત્રિપુરાના ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું

વડાપ્રધાન મોદીએ મંગળવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બનેલા ‘મૈત્રી સેતુ’ સહિત ત્રિપુરાના ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે,‘દાયકાઓ સુધી રાજ્યના વિકાસને અટકાવનારી નકારાત્મક શક્તિઓને ત્રિપુરાના લોકો 3 વર્ષ અગાઉ હટાવી નવી શરૂઆત કરી હતી. જેની અસર હવે જોવા મળી રહી છે. ત્રિપુરાએ હડતાળ કલ્ચરને પાછળ રાખી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે પ્રગતિ કરી છે. ત્રિપુરાથી બાંગ્લાદેશને જોડતા બ્રિજનું શિલાન્યાસ કર્યું હતું અને આજે તેનું ઉદ્ધાટન કરી રહ્યો છું.

મોદીએ મમતાને લીધા આડેહાથ

નોર્થ ઈસ્ટને સપ્લાઈ માટે માત્ર માર્ગ પર નિર્ભર ના રહેવું પડે તે માટે જળ માર્ગના વિકલ્પ અંગે પ્રયાસ કરવામા આવી રહ્યો છે’ પશ્ચિમ બંગાળની મમતા સરકારનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે,‘જ્યાં ડબલ એન્જિનની સરકાર નથી, તેવા તમારા પાડોશી રાજ્યમાં ગરીબો, ખેડૂતો અને દીકરીઓને સશક્ત કરતી યોજનાઓ લાગુ કરવામાં નથી આવી અથવા તો ઘણી ધીમી ગતિએ લાગુ કરાઈ રહી છે. ડબલ એન્જિન સરકારની સૌથી મોટી અસર ગરીબોને પાકા મકાન આપવામાં જોવા મળે છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો