Last Updated on March 9, 2021 by
કોરોના મહામારીને જોતા કેટલાક લોકો પોતાની નોકરી ખોઈ ચૂક્યા છે. તો કેટલાક એવા છે જેને નોકરી ગયા બાદ પોતાનો ધંધો શરૂ કર્યો છે. તમે ઘરબેઠા કોઈપણ કામ શરી કરી શકો છે. જે માટે તમારે કોઈ સર્ટિફિકેટની જરૂર નહિ પડે. તમે ઘરે રહિને વેપારની શરૂઆત કરી શકો છો. આ કારોબાર ટિફિન સર્વિસનો પણ હોઈ શકે છે. ચાલો જાણીએ વધુ એ વેપાર વિશે જે તમે ઘરે રહિને કરી શકો છો.
આ બિઝનેસ નફાના સોદાવાળો છે.
આ દિવસોમાં દિલ્લી-NCR જેવી મેટ્રો સિરિઝ, જયાં ભાગદોડ ભરેલી જીંદગીમાં વધારે લોકો ટીફીનની જરૂરત અનુભવે છે. મોટી સંખ્યામાં લોકો ટિફિન સર્વિસ પર નિર્ભર રહેવા લાગ્યા છે. તેમાં યીવી, બેચલર્સ, નોકરીયાત મહિલાઓ પણ સામેલ છે. કામના ચક્કરમાં અથવા તો પછી વધારે અભ્યાસના ચક્કરમાં ઘરથી દૂર રહે છે. જયા વારંવાર ખાવા-પીવાની પરેશાની રહે છે. લોકો અડધાથી વધારે સમય એ જ વિચારે છે કે ઓછી કિંમતમાં ઘર જેવો ખોરાક કેવી રીતે મળે. એવામાં તમે લોકોની ડિમાંડને પુરી કરવા માટે ટિફિન સર્વિસનો વેપાર શરૂ કરી શકો છો. વેપારમાં માઉથ પબ્લિસિટી વધારે સફળ થાય છે. તેમજ તેમાં નફો પણ વધારે મળે છે.
8 હજાર જેવી નાની રકમથી શરૂ કરો વેપાર
આ કામને શરૂ કરવા માટે કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ લેવાની જરૂર પડતી નથી. કારણ કે, તમે તેને ઘરબેઠા કરી શકો છો. ટિફિન સર્વિસને શરૂ કરવા માટે માત્ર 8-10 હજાર રકમ ખર્ચ કરીને કેટલાક મહિનામાં તમને નફો મળવા લાગશે. જો તમારી રસોઈની ક્વોલિટી સારી હોય તેમજ કસ્ટમરના ટેસ્ટની હોય તો તમે ઝડપથી મહિનાના 1-2 લાખ રૂપિયા સુઘી કમાઈ શકો છો.
ક્વોલિટીનું રાખો ખાસ ધ્યાન
ટિફિન સર્વિસને તમે નાની રકમનું રોકાણ કરીને શરૂ કરી શકો છો. તેમાં તમારે માત્ર ખાવા-પીવાના જરૂરી સામાન, ચમચી, વાસણની જરૂર પડે છે. આ વેપાર માટે તમારે સ્વચ્છતા અને ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખવુ પડશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તમારુ પેઈઝ બનાવી શકો છો. ત્યાં તમને ઘણો સારો પ્રતિસાદ મળી શકે છે.
ધીરજ રાખવાની જરૂર છે
દિલ્લીમાં ટિફિન સર્વિસ શરૂ કરનાર નિમિષા કહે છે, કોઈ કામ નાનું કે મોટું નથી. આજે આ કાર્યથી મને ઓળખ મળી છે. ઘણી વાર આપણે યોગ્ય સમય અને સમય પૂરો થવાની રાહ જોતા રહીએ છીએ. ઉપરાંત, કોઈપણ કામ શરૂ કર્યા પછી, તેને સમય આપવો જોઈએ. ટિફિન સેવાના ધંધામાં, ધંધો શરૂ કરવાના બીજા જ મહિનાથી નફો ઘણી વાર શરૂ થાય છે. આટલી વખત છ મહિના સુધી કોઈ ફાયદો થતો નથી. તમારે આ પરિસ્થિતિમાં હિંમત ગુમાવવી જોઈએ નહીં. તે કહે છે, જ્યારે મેં ટિફિનનું કામ શરૂ કર્યું ત્યારે મને વધારે ફાયદો થયો નહીં. લગભગ છ મહિના પછી નફો થવાનું શરૂ થયું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31