GSTV
Gujarat Government Advertisement

ભાજપ આ રાજ્યમાં જીતશે તો મુખ્યમંત્રી બદલશે ?, અમિત શાહના ખાસ પણ મોદીને ખટકતા આ નેતા પર દાવ લાગશે

Last Updated on March 9, 2021 by

આસામમાં ભાજપે હિંમત બિશ્વ સરમાને ટિકિટ આપતાં ભાજપ ચૂંટણી પછી સરમાને મુખ્યમંત્રી બનાવશે એવી અટકળો શરૂ થઈ છે. સરમાએ એક વર્ષ પહેલાં હાઈકમાન્ડને પત્ર લખીને કહી દીધેલું કે, પોતે વિધાનસભાની ચૂંટણી નથી લડવા માગતા તેથી પોતાના નામનો વિચાર ના કરે. ભાજપે એ છતાં સરમાને ટિકિટ આપી છે એ સૂચક છે.

બીજેપી

આસામમાં અત્યારે સર્બાનંદ સોનોવાલ મુખ્યમંત્રી

આસામમાં અત્યારે સર્બાનંદ સોનોવાલ મુખ્યમંત્રી છે છતાં ભાજપ જીતશે તો ફરી સોનોવાલ જ મુખ્યમંત્રી બનશે એવી જાહેરાત ભાજપે કરી નથી એ પણ સૂચક છે. ભાજપમાં એવી ચર્ચા છે કે, વિધાનસભાની ચૂંટણી પછી સોનોવાલને રાજ્યસભાના સભ્ય બનાવીને મોદી સરકારમાં પ્રધાન બનાવશે જ્યારે સરમાને મુખ્યમંત્રીપદ અપાશે. સૂત્રોના મતે, સરમાએ ચૂંટણી નહીં લડવાનો પત્ર લખીને હાઈકમાન્ડનું નાક દબાવ્યું હતું આ દાવ ચાલી ગયો છે.

ભાજપ

સરમાએ ચૂંટણી નહીં લડવાનો પત્ર લખીને હાઈકમાન્ડનું નાક દબાવ્યું હતું આ દાવ ચાલી ગયો

મૂળ કોંગ્રેસી સરમા ૨૦૧૫માં ભાજપમાં જોડાયા હતા. ૨૦૧૬માં ભાજપને આસામમાં સત્તા અપાવવામાં સરમાએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. અમિત શાહની નજીક મનાતા સરમા ત્યારે જ મુખ્યમંત્રીપદ ઈચ્છતા હતા પણ મોદીની અનિચ્છાના કારણે લટકી ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો