GSTV
Gujarat Government Advertisement

પુરુષો ખાસ વાંચો/ લેપટૉપને ખોળામાં રાખીને કામ કરવાની ભૂલ ના કરતાં, સંતાન સુખથી રહી જશો વંચિત

લેપટૉપ

Last Updated on March 9, 2021 by

શું તમને પણ લેપટૉપ ખોળામાં રાખીને કામ કરવાની આદત છે? જો આનો જવાબ હા છે, તો અત્યારથી જ આ આદતને છોડી દો, કારણ કે આ આદત તમારા માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. વિશેષજ્ઞોનું માનવુ છે કે લેપટૉપ ખોળામાં રાખીને કામ કરવાની આદત પુરુષોમાં ઇનફર્ટિલિટીની સમસ્યા ઉભી કરી શકે છે. તેનાથી પુરુષોમાં રિપ્રોડક્ટિવ ઓર્ગન પર અસર પડે છે. જેથી તેના સ્પર્મ કાઉન્ટ પ્રભાવિત થાય છે.

વિશેષજ્ઞોની માનીએ તો પુરુષોની શારીરિક રચનાના કારણે મહિલાઓની તુલનામાં તેમને લેપટૉપની હીટ વધુ નુકસાન પહોંચાડે છે. તેનું કારણ છે કે મહિલાઓમાં યુટરસ શરીરની અંદર હોય છે, જ્યારે પુરુષોમાં ટેસ્ટિકલ શરીરના બહારના હિસ્સામાં હોય છે. આ કારણે હીટ રેડિએશન સીધા પુરુષોના ઓર્ગન્સને ઇફેક્ટ કરે છે.

સ્કિન કેન્સરનો પણ ખતરો

આ ઉપરાંત કેટલીક સ્ટડીઝમાં તે પણ સામે આવ્યું કે વધુ સમય સુધી લેપટૉપ ખોળામાં રાખીને કામ કરવાથી પગની સ્કિનનો રંગ બદલાઇ જાય છે. સાથે જ તેનાથી સ્કિન કેન્સર થવાનું પણ જોખમ રહે છે.

લેપટૉપ

વાઇફાઇથી કનેક્ટેડ લેપટૉપ વધુ ખતરનાક

લેપટૉપના વધુ ઉપયોગ કરતાં વધુ ખતરનાક તેની સાથે કનેક્ટેડ વાઇફાઇ કનેક્શન હોઇ શકે છે. જો તમે વાઇફાઇ સાથે કનેક્ટેડ લેપટૉપને પોતાના ખોળામાં રાખીને કામ કરો છો. વાઇ ફાઇથી કનેક્ટેડ ડિવાઇસ રેડિએશન છોડે છે. તેવામાં ખોળામાં લેપટૉપ રાખીને કામ કરવાથી શરીરને ઘણુ નુકસાન પહોંચે છે. વધુ સમય સુધી રેડિએશનના સંપર્કમાં રહેવાથી વ્યક્તિને ઉંઘ ન આવવી, માથામાં દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે.

લેપટૉપ

શું કરશો

  • લેપટૉપને પગ અથવા ખોળામાં રાખીને કામ કરવાની આદતને આજથી જ બાયબાય કહી દો. તેના બદલે તમે તેને કોઇ ટેબલ પર રાખીને કામ કરો.
  • લેપટૉપ પર કામ કરતી વખથે શીલ્ડનો ઉપયોગ કરો. શીલ્ડનો ઉપયોગ લેપટૉપની હીટ અને રેડિએશનને રોકે છે.
  • જો સતત કામ કરતાં કરતાં તમને લાગે કે લેપટૉપની સાઇડમાંથી વધુ હીટ નીકળી રહે છે અથવા વધુ અવાજ આવી રહ્યો છે તો થોડા સમય માટે તેનો ઉપયોગ બંધ કરી દો.
  • સતત વધુ સમય માટે લેપટૉપ પર કામ ન કરો. થોડા-થોડા સમયમાં પોઝીશન બદલો જેથી એક અંગ પર વધુ અસર ન પડે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો