GSTV
Gujarat Government Advertisement

અતિ અગત્યનું / તમે માનશો નહીં પણ એક મિસ્ડ કોલ કે એક SMS પર મળી જશે 14 લાખ સુધીની લોન, SBI બેન્ક આપી રહી છે લાભ

sbi

Last Updated on March 9, 2021 by

હાલમાં કોરોનાકાળમાં બેંકો સસ્તા વ્યાજદર પર લોકોને રોકાણ માટે આકર્ષી રહી છે. રોજ નીતનવી યોજનાઓની જાહેરાતો થઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વરીષ્ઠ નાગરિકો માટે એક યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં નિવૃત્ત કર્મચારીઓ માટે એસબીઆઇ પેન્શન લોન યોજનાનો ખૂબ ઉપયોગ થાય છે. આ યોજના અંતર્ગત પેન્શનરોને એક કોલ પર લાખો રૂપિયાની લોન મળી રહી છે. આ યોજના હેઠળ, પેન્શનરો ઓછામાં ઓછી 2.50 લાખ રૂપિયા અને વધુમાં વધુ 14 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. લોનનો વ્યાજ દર 9.75 ટકા છે. લોન માટેની અરજી પણ ફોન કોલ દ્વારા કરવામાં આવશે. આ સિવાય લોન માટેની અરજી પણ મિસ્ડ કોલ અથવા એસએમએસ દ્વારા કરી શકાય છે.

sbi

આ પણ ફાયદાની છે સ્કીમ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા હવે તેમના માટે ખાસ લોન સ્કીમ લઈને આવી છે. જેઓ પોતાનો ધંધો વધારવા માગે છે. આવી સ્થિતિમાં, એસબીઆઈ તમને તમારા ઘરે રાખેલા સોના પર લોન આપી રહી છે. જેથી તમે સરળતાથી વ્યવસાયમાં વધારો કરી શકો. આવી સ્થિતિમાં એસબીઆઈ એસએમઈ ગોલ્ડ લોન આપી રહી છે, જેમાંથી તમે ઘરે રાખેલા સોના પર 1 લાખથી 50 લાખની લોન મેળવી શકો છો. આ એક વિશેષ પ્રકારની લોન છે, જે વ્યવસાય માટે સોના પર મળી રહી છે.

એસબીઆઇએ ટ્વીટ કરીને આ લોન વિશે માહિતી આપી છે અને જણાવ્યું છે કે કયા લોકો આ લોનનો લાભ લઈ શકે છે અને આ લોન માટેની શરતો શું છે. આમાં તે જ લોકોને લોન આપવામાં આવી રહી છે.

લોન

સરકારી બેંકો સાથે ઘણી ખાનગી બેંકો સિનિયર સિટિઝન્સ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) યોજનાઓ ચલાવી રહી છે. સરકાર દ્વારા સંચાલિત બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક અને બેંક ઓફ બરોડાના નામ છે, જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકનું નામ ખાનગીમાં રાખવામાં આવ્યું છે. આ તમામ બેન્કો વરિષ્ઠ નાગરિકોને એફડી પર ઊંચું વ્યાજ દર આપી રહી છે.

sbi

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

સ્ટેટ બેન્ક સિનિયર સિટિઝન્સને સામાન્ય લોકો કરતા 80 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ ચૂકવે છે. અત્યારે એસબીઆઈ 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ સ્કીમ પર 5.4% ના દરે વ્યાજ ચૂકવી રહી છે. આ સામાન્ય લોકો માટે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 6.20 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. સ્ટેટ બેંક પાસે એસબીઆઈ વી કેર નામના સિનિયર સિટીઝન માટે ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે. વરિષ્ઠ નાગરિકો માટે સ્ટેટ બેંકની વિશેષ એફડી યોજના સામાન્ય લોકોને લાગુ પડેલા દરે 80 બેસિસ પોઇન્ટ વ્યાજ દર મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો