Last Updated on March 9, 2021 by
કોરોના વાયરસ મહામારીથી દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે. અમેરિકી સ્વાસ્થ્ય સેવાઓ દુનિયામાં અવ્વલ માનવામાં આવે છે. આ વચ્ચે પોતાની ગુડવિલને લઈને દુનિયામાં ફેમસ અમેરિકી રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રએટલે કે CDC (Centers for Disease Control and Prevention)એ કોરોના વેક્સિન લગાવ્યા બાદ ત્રણ નવા સાઈડ ઈફેક્ટ સામે આવવાનો દાવો કર્યો હતો. CDCએ હવે પોતાની જુની સૂચિમાં નવા લક્ષણ સામેલ કર્યા છે.
વેક્સિનની વૈશ્વિક સ્થિતી
કોરોના રસીકરણ અભિયાનની વાત કરીએ તો, વૈશ્વિક રૂપથી 283 મિલિયન એટલે 28 કરોડ 30 લાખથી વધારે ડોઝ લગાવાઈ ચૂક્યા છે. લગભગ 6 કરોડ લોકોને વેક્સિનની બંન્ને ડોઝ લાગી ચૂક્યા છે. સૌથી સામાન્ય સાઈડ ઈફેકટની વાત કરીએ તો, શરીરમાં કોરોના વેક્સિન લગાવેલી જગ્યા પર દુખાવો થવાની ફરિયાદ વધારે લોકોને અનુભવ થયો છે. તો કેટલાક લોકોમાં ઓછા સમય માટે ફ્લૂ જેવા લક્ષણ જોવા મળ્યા. જોકે, ફ્લૂના લક્ષણવાળા વધારે પડતા લોકો કોરોના વેક્સિનનો બીજા ડોઝ બાદ જોવા મળ્યા. જોકે, વેક્સિનના કારણથી ગંભીર સ્થિતી થવા જેવા કેસ ખૂબ ઓછા સામે આવ્યા છે.
સાઈડ ઈફેકટની યાદિ
કેટલાક દિવસ પહેલા વૈજ્ઞાનિકોએ સાઈડ ઇફેકટની જાણકારી આપતા રસી લગાવનારા લોકોની ત્વચામાં રેશિસ અને લાલ ચાઠા જોવા મળ્યા. CDCઅ શુક્રવારે પોતાની ગાઈડલાઈન્સમાં બદલાવ કરતા ત્રણ નવા સાઈડ ઈફેક્ટ એડ-ઓન કર્યા છે. તેનાથી પહેલા સરકારી સંસ્થાએ 6 લક્ષણોની યાદી જાહેર કરી છે. તેમાં રસી લગાવ્યા બાદ દુખાવો, સોજો, તાવ, ઠંડી લાગવી, માથાનો દુખાવો અને થાકની ફરિયાદો જોવા મળી. નવા સાઈડ ઇફેક્ટમાં ત્વચામાં રેડનેસ, માંસપેશિઓમાં દુખાવો અને મન બેચેન રહેવુ એટલે કે, ઉબકા આવવા જેવા લક્ષણો સામેલ છે.
શુ નવી સાઈડ ઇફેકટ જોવા મળવી એ ખરાબ સામાચાર ?
કોરોના વેક્સિનની શરૂઆત ત્રણ મહિના પહેલા ઉત્તર અમેરિકા, યૂરોપ અને ઈઝરાયલ સહિત કેટલાક દેશોમાં શરૂ થઈ હતી. જે બાદ સામાન્ય લક્ષણ જોવા મળ્યા. એવામાં નવી સાઈડ ઇફેકટ જોવા મળી જેના જવાબમાં અમેરિકી એજન્સી CDC અનુસાર નવા સાઈડ ઈફેક્ટ સામે આવવામાં કોઈ ખતરો અછવા ડરવાની જરૂર નથી. માનનવ શરીરમાં વેક્સિન લાગ્યા બાદ સાઈડ ઇફેક્ટ જોવા મળવી એ એ વાતનો સંકેત છે કે, વેક્સિને કોરોના વાયરસથી લડવામાં એટલે કે તેના બચાવ માટે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. જોકે, CDCએ કહ્યુ કોઈપણ પ્રકારની સાઈડ ઇફેક્ટ જોવા મળે તો તુરંત તમારા ડોકટરને જાણ કરવાની સલાહ આપી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31