Last Updated on March 9, 2021 by
Post Office Saving Schemes: ભારતીય પોસ્ટે પોસ્ટ ઑફિસમાં ખાતાધારકો માટે અનેક નિયમોમાં બદલાવ કરતાં રાહત આપી છે. ભારતીય પોસ્ટે પોસ્ટ ઑફિસની બચત યોજનાઓ (Post office savings schemes)માં પૈસા ઉપાડવાની લિમિટ વધારી દીધી છે. એવુ કરવાની આશા છે કે પોસ્ટ ઑફિસ સેવિંગ્સ સ્કીમ (Post Office Savings Schemes) બેંકો સામે મુકાબલો કરી શકશે અને લાંબા સમયગાળા માટે પોસ્ટ ઑફિસ ડિપોઝિટ વધશે.
એક દિવસમાં 20,000 રૂપિયા ઉપાડી શકાશે
ગ્રામીણ પોસ્ટ સેવાની શાખામાં ખાતાધારકો એક દિવસમાં 20,000 રૂપિયા ઉપાડી શકે છે, અગાઉ આ મર્યાદા 5,000 રૂપિયા હતી. આ સિવાય કોઈ પણ શાખા પોસ્ટ માસ્ટર (બીપીએમ) એક દિવસમાં ખાતામાં 50,000 રૂપિયાથી વધુના કેશ ટ્રાન્જેક્શન સ્વીકારશે નહીં. આનો અર્થ એ કે એક દિવસમાં એક જ ખાતામાં 50,000 રૂપિયાથી વધુની રોકડ લેવડદેવડ કરી શકાતી નથી.
પીપીએફ, કેવીપી, એનએસસી માટેના નિયમોમાં ફેરફાર
નવા નિયમો અનુસાર બચત ખાતા સિવાય હવે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (એસસીએસએસ), માસિક આવક યોજના (એમઆઈએસ), કિસાન વિકાસ પત્ર (કેવીપી), રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) માં જમા કરાયેલ ચેક દ્વારા યોજનાઓમાં જમા ચેક દ્વારા સ્વીકાર અથવા વિડ્રોલ ફોર્મ દ્વારા કરવામાં આવશે.
મિનિમમ બેલેન્સ કેટલું જરૂરી?
જણાવી દઈએ કે પોસ્ટ ઑફિસ બચત યોજના પર તમને 4% વાર્ષિક વ્યાજ મળે છે, પોસ્ટ ઑફિસમાં ખોલવામાં આવેલા બચત ખાતા માટે ઓછામાં ઓછું મિનિમમ બેલેન્સ 500 રૂપિયા રાખવું જરૂરી છે. જો તમારા ખાતામાં 500 રૂપિયાથી ઓછા છે, તો 100 રૂપિયા એકાઉન્ટ મેન્ટેનન્સ ફી તરીકે કાપવામાં આવશે.
પોસ્ટ ઑફિસની યોજનાઓ
– પોસ્ટ ઑફિસ બચત ખાતું
– 5 વર્ષ પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ
– પોસ્ટ ઑફિસ ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ
– પોસ્ટ ઑફિસ માસિક આવક યોજના એકાઉન્ટ
– વરિષ્ઠ નાગરિક બચત યોજના
– 15 વર્ષ જાહેર ભવિષ્ય નિધિ ખાતું
– સુકન્યા સમૃદ્ધિ ખાતું
– રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર
– કિસાન વિકાસ પત્ર
પોસ્ટ ઑફિસ બચત યોજનાઓ પર વ્યાજ
યોજના | વ્યાજ (ટકાવારી / વાર્ષિક) |
પોસ્ટ ઑફિસ બચત ખાતું | 4.0 |
1 વર્ષનું ટીડી એકાઉન્ટ | 5.5 |
2 વર્ષનું ટીડી એકાઉન્ટ | 5.5 |
5 વર્ષનું ટીડી એકાઉન્ટ | 6.7 |
5 વર્ષ આરડી એકાઉન્ટ | 5.8 |
વરિષ્ઠ નાગરિક બચત યોજના | 7.4 |
પીપીએફ | 7.1 |
કિસાન વિકાસ પત્ર | 6.9 |
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ | 7.6 |
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31