Last Updated on March 9, 2021 by
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જોકે સુપ્રીમ પોતાનો ચુકાદો આપે તે પહેલા કહ્યું છે કે આની અસર પુરા દેશમાં પડી શકે છે. જેને પગલે હાલ સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. સાથે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે શું કોઇ રાજ્ય કોઇ વર્ગને પછાત જાહેર કરી શકે કે પછી આ અધિકાર માત્ર સંસદ પાસે છે? કોઇ રાજ્ય ચોક્કસ વર્ગના લોકોને પછાત જાહેર કરીને અનામત આપી શકે કે પછી આ નિર્ણય લેવાનો અધિકાર બંધારણના 102માં સુધારા બાદ સંસદ પાસે જ છે તે અંગે સુપ્રીમ કોર્ટ વિચાર વિમર્શ કરશે.
મરાઠા અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો
મહારાષ્ટ્રના મરાઠા અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે જેની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટની બેંચે માન્યું છે કે 102માં સંવિધાન સંશોધન બાદ સ્થિતિમાં બદલાવ આવ્યો છે. તેથી આ સંશોધનની માન્યતા અને અસર પર વિચાર વિમર્શ કરવો જરૂરી છે.
ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચે કહ્યું છે કે આ મામલાની અસર બધા જ રાજ્યો પર થશે તેથી આ રાજ્યોને પણ નોટિસ જારી કરવામાં આવે છે. આ સમગ્ર મામલે હવે વિસ્તૃત સુનાવણી આગામી 15મી માર્ચથી શરૂ થશે.
ઓબીસીને અપાયેલા 27 ટકા અનામતથી અલગ મરાઠાઓને અનામત અપાઇ હતી
આમા એ વાત પર પણ વિચાર થશે કે શું અનામતની મર્યાદા 50 ટકા રાખવામાં આવી છે તે ચુકાદા પર પણ ફરી વિચારણા કરી શકાય કે કેમ. 2018માં મહારાષ્ટ્ર સરકારે મરાઠા વર્ગને સરકારી નોકરીમાં અને ઉચ્ચ શિક્ષામાં 16 ટકા અનામત આપી હતી. જેનો આધાર જસ્ટિસ એનજી ગાયકવાડની અધ્યક્ષતા વાળા મહારાષ્ટ્ર પછાત વર્ગ આયોગના રિપોર્ટને બનાવવામાં આવ્યો હતો.
ઓબીસીને અપાયેલા 27 ટકા અનામતથી અલગ મરાઠાઓને અનામત અપાઇ હતી જેને પગલે સુપ્રીમ કોર્ટના એ ચુકાદાનું ઉલ્લંઘન થયું જેમાં અનામતની મર્યાદા 50 ટકા સુધી જ રાખવાનું કહ્યું હતું. બોમ્બે હાઇકોર્ટે પણ આ અનામતને માન્ય રાખ્યું છે પણ અનામત ઘટાડીને નોકરીમાં 13 ટકા અને શિક્ષણમાં 12 ટકા રખાયું હતું. સુપ્રીમ કોર્ટે હાલ મરાઠા અનામત પર રોક લગાવી દીધી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31