GSTV
Gujarat Government Advertisement

રોજગારની તક/ભારતમાં આ સેક્ટરમાં થશે નોકરીઓની ભરમાર, વર્ષ 2030 સુધી થશે 2.5 કરોડ નવી ભરતી

ભારત

Last Updated on March 9, 2021 by

ભારતમાં રિટેલ સેક્ટર મેં 2030 સુધી 2.5 કરોડ નવા રોજગાર ઉભા થવાની સંભાવના છે. આ ઓફલાઈન અને ઓનલાઇન મોડલ સાથે કુલ રિટેલ રોજગારના લગભગ 50% બરાબર થશે, નેસ્કોમ તરફથી જારી રિપોર્ટમાં આ ઉમ્મીદ વ્યક્ત કરી છે. પ્રમુખ પ્રબંધક અને કન્સલ્ટિંગ ફર્મ ટેક્નોપેક સાથે નેસકોમની રિપોર્ટ મુજબ, ઓનલાઇન પ્લસ ઓફલાઈન મોડલ આવતા 10 વર્ષોમાં 125 અરબ ડોલર રિટેલ એક્સપોર્ટ અને 8 અરબ ડોલરની ઇન્ક્રીમેન્ટલ જીએસટી કોન્ટ્રીબ્યુશનને પ્રોત્સાહન આપશે.

ખુદરા 4.0 ઘરેલુ બજારનો આકાર, રોજગાર સૃજન અને નિર્યાતમાં તેજીથી ગ્રોથ નોંધાવશે. બદલાતી માંગ અને સપ્લાય ડ્રાઈવર્સના વિકાસની ગતિને તેજ કરવાની સંભાવના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ખુદરા બજારમાં નાણાકીય વર્ષ 2030 સુધી 1.5 અબજ ડોલર સુધી પહોંચશે.

નીતિ આયોગના સીઈઓનું નિવેદન

નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંટે એક નિવેદનમાં કહ્યું કે, ‘ખુદર ક્ષેત્ર સકલ ઘરેલુ ઉત્પાદ(જીડીપી)માં બે ગણા આંકડાનું યોગદાન અને નાણાકીય વર્ષ 2020માં લગભગ 3.5 કરોડ વ્યક્તિઓને રોજગાર આપવા સાથે દેશની અર્થવ્યવસ્થા માટે વિકાસ એન્જીનમાથી એક છે.’

આવી રીતે થશે કાયાપલટ

અમિતાભ કાંતે પોતાના નિવેદનમાં કહ્યું, ‘ભારત સરકાર રાષ્ટ્રીય ખુદરા વેપાર નીતિ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે, જે માત્ર ખુદર વેપારમાટે અનુકૂળ માહોલ જ નહિ, પરંતુ ક્ષેત્રના વિકાસમાં બાધા નાખવા વાળી નીતિઓને પણ સરળ બનાવશે. ઓફલાઈન પ્લસ ઓનલાઇન મોડલ 2030 સુધી 125 અરબ ડોલર મૂલ્યના નિર્યાત અને કુલ ખુદરા કરી યોગદાનના 37% માટે લગભગ 8 અબજ ડોલર જીએસટી યોગદાન માટે સક્ષમ કરશે.

રિટેલ ક્ષેત્રની હશે મહત્વની ભૂમિકા

રોજગાર

રિપોર્ટ અનુસાર, ભારતમાં ઈ-કોમર્સ પારંપરિક બ્રિક એન્ડ મોડલથી ત્રણ-ચાર ગણું વધી રહ્યું છે. 360થી વધુ ખુદરા હિતધારકોના સર્વેક્ષણ અનુસાર, 79% ઉત્તરદાતાઓએ મહસૂસ કર્યું છે કે પ્રાદ્યોગિકી દેશમાં ખુદરા વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ રિપોર્ટ મુજબ નીતિ આયોગને ઉમ્મીદ છે કે ભારતમાં વિકાસમાં રિટેલ સેક્ટરની ખાસ ભૂમિકા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો