Last Updated on March 8, 2021 by
બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ ટીએમસી અને ભાજપ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. આ દરમિયાન ક્રિકેટ ફેન્સ અને બંગાળના લોકોની નજર પૂર્વ કેપ્ટન અને હાલ બીસીસીઆઈ પ્રમુખ એવા સૌરવ ગાંગુલી પર રહેલી છે. સૌરવ ગાંગુલીના ઘણીવાર રાજકરણમાં સામેલ થવાની અટકળો વહેતી થઈ છે. અમિત શાહ ગાંગુલીને ભાજપમાં લાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. આ મામલે સતત પ્રેશર છતાં ગાંગુલી મચક આપી રહ્યા નથી. ભાજપ ગાંગુલીને બંગાળની ચૂંટણીમાં મુખ્ય ચહેરો બનાવવા માગે છે.
મને જીવનમાં ઘણી તકો મળી
હવે ગાંગુલીએ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. ગાંગુલીએ કહ્યું કે,‘મને જીવનમાં ઘણી તકો મળી છે. જોઈએ આગળ શું થાય છે.’ ગાંગુલી હવે સ્વસ્થ છે અને બોર્ડ પ્રમુખ તરીકેના તમામ કામ સાથે ફરી જોડાઈ રહ્યાં છે. પરંતુ ગાંગુલીએ રાજકરણમાં જોડાશે કે નહીં તે મુદ્દે ગોળગોળ જવાબ આપી આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. ગાંગુલીના 7 માર્ચે વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાવવાની અટકળો હતી, પરંતુ રેલીમાં સામેલ થયા નહોતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31